America: માનવતાની સફળતા સામૂહિક શક્તિમાં છે, યુદ્ધના મેદાનમાં નહીં – PM મોદી

September 23, 2024

America: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. સોમવારે યુએનમાં બોલતા પીએમએ કહ્યું કે માનવતાની સફળતા આપણી સામૂહિક શક્તિમાં રહેલી છે. યુદ્ધના મેદાનમાં નહીં. વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા મહત્વપૂર્ણ છે. સુધારણા એ સુસંગતતાની ચાવી છે. પ્રધાનમંત્રીએ 79માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં આગામી સમિટ વિશે પણ વાત કરી હતી.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, હું અહીં ભારતનો અવાજ ઉઠાવવા આવ્યો છું. અમે ભારતમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. અમે બતાવ્યું છે કે ટકાઉ વિકાસ સફળ થઈ શકે છે. અમે ગ્લોબલ સાઉથ સાથે સફળતાનો આ અનુભવ શેર કરવા તૈયાર છીએ.

વૈશ્વિક શાંતિ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂર છે.

PM એ કહ્યું કે ભારતની જનતાએ મને જૂનમાં માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણીમાં સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. આજે હું અહીં મારા લોકોનો અવાજ તમારા સુધી પહોંચાડવા આવ્યો છું. જ્યારે આપણે વૈશ્વિક ભવિષ્ય વિશે વાત કરીએ છીએ. ત્યારે માનવ કેન્દ્રિત અભિગમ પ્રથમ આવવો જોઈએ. ટકાઉ વિકાસને પ્રાથમિકતા આપતી વખતે વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે માનવ કલ્યાણ, ખાદ્ય અને આરોગ્ય સુરક્ષાને પણ સુનિશ્ચિત કરવી પડશે.

આતંકવાદ વૈશ્વિક શાંતિ માટે ગંભીર ખતરો

વડાપ્રધાને પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આતંકવાદ વૈશ્વિક શાંતિ માટે ગંભીર ખતરો છે. સાયબર, સમુદ્ર અને અવકાશ જેવા ક્ષેત્રો સંઘર્ષના નવા ક્ષેત્રો બની ગયા છે. વૈશ્વિક કાર્ય એવી હોવી જોઈએ કે તે વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સાથે મેળ ખાય. PM એ કહ્યું કે ભારત તેના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિશ્વ સાથે શેર કરવા માટે તૈયાર છે.

અમે અમારા સંબંધોને વધુ વેગ આપવા માંગીએ છીએ

યુએનમાં તેમના ભાષણ પહેલા, પીએમ મોદીએ નેપાળના પીએમ કેપી શર્મા ઓલી અને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સહિત વિશ્વના ઘણા નેતાઓ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. જેમાં દ્વિપક્ષીય સંબંધોના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. PM મોદી અમેરિકાની ત્રણ દિવસીય મુલાકાતના ભાગરૂપે ન્યૂયોર્કમાં છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પોસ્ટમાં કહ્યું કે, ન્યૂયોર્કમાં વડાપ્રધાન કેપી ઓલી સાથેની મુલાકાત ઘણી સારી રહી. ભારત અને નેપાળની મિત્રતા ખૂબ જ મજબૂત છે. અમે અમારા સંબંધોને વધુ વેગ આપવા માંગીએ છીએ. અમારી વાતચીત ઊર્જા, ટેકનોલોજી અને વેપાર જેવા મુદ્દાઓ પર કેન્દ્રિત હતી.

આ પણ વાંચો: કોંગ્રેસ પથ્થરબાજોને જેલમાંથી છોડાવવા માંગે છે, Amit Shahનો હરિયાણામાં હુંકાર

Read More

Trending Video