લોકસભા પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું પડશે !અંબરીશ ડેર કોંગ્રેસને રામ રામ કરી કેસરિયો કરવાની તૈયારીમાં

March 4, 2024

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે ભાજપે ગત શનિવારે તેના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે તેમજ અન્ય ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ હાથ ધરી દીધી છે ત્યારે કોંગ્રેસની સ્થિતિ લોકસભા પહેલા જ ખરાબ થઈ ગઈ છે કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડે તેવી શક્યતા વ્યક્ત કરવામા આવી રહી છે. રાજુલાના પૂ્ર્વ ધારાસભ્ય અંબરીશ ડેર કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ત્યારે જો તેઓ ભાજપમાં જોડાશે તો તેમની સાથે અહીથી અન્ય વિપક્ષનો સ્થાનિક નેતાઓનો મોટો સમુહ પણ ભાજપમાં જોડાશે. જેના કારણે કોંગ્રેસને લોકસભા પહેલા જ મોટો ઝટકો લાગી શકે છે.

અંબરીશ ડેર ‘પંજો’ છોડી કમળ પસંદ કરશે!

અંબરિષ ડેર હવે કોંગ્રેસને મોટો ઝટકો આપવા જઈ રહ્યા છે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અંબરિષ ડેર એક બે દિવસમાં કોંગ્રેસમાંથ રાજીનામુ આપી શકે છે અને તેઓ બાજપમાં જોડાઈ શકે છે. અગાઉ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવવા મામલે તેમણે નેશનલ કોંગ્રેસ નેતૃત્વનો વિરોધ કર્યો હતો. ત્યારે થોડા સમય પહેલા પણ તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે અંબરીશ ડેર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડતા વિપક્ષના સ્થાનિક નેતાઓએ પણ તેમની સાથે ભાજપમાં ભળવાની તૈયારી બતાવી છે.

અન્ય નેતાઓએ પણ બતાવી તૈયારી

આ અંગે અમરેલી જિલ્લા પંચાયતનાં વિપક્ષનાં નેતા પ્રભાત કોઠીવાળાએ જણાવ્યું હતુ કે, હાલમાં અમે કોંગ્રેસમાં સક્રિય છીએ, અમારા અમરેલી જિલ્લાના આદર્શ અને લોકપ્રિય નેતા ભાજપમા જોડાશે તો તેમની સાથે તાલુકા પંચાયતથી લઈને જીલ્લા પંચાયતનો અમારો મોટો સમુહ પણ તેમની સાથે ભાજપમાં જોડાશે.

ભાજપ ડેરને આપી શકે છે મોટી જવાબદારી

કહેવામા આવી રહ્યુ છે કે, અંબરિષ ડેરને ભાજપમાં મોટી જવાબદારી મળી શકે છે. તેમને ભાજપમાંથી વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ મેદાનમાં ઉતારવામા આવી શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સી આર પાટીલે અમરિશ ડેર માટે કહ્યું હતુ કે જો તેઓ ભાજપમાં આવવા માંગે છે તો તેમની માટે સીટ પર રુમાલ રાખ્યો છે. આમ કહી તેમની જાહેર સ્ટેજ પરથી જ અંબરિષ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું. હવે લાગી રહ્યું છે કે અંબરીશ ડેરએ સી આર પાટીલની આ ઓફરને સ્વીકારી લીધી છે.

અંબરીશ ડેર કોણ છે ?

અંબરીશ ડેરવર્ષ 2017 માં રાજુલા બેઠક પરથી હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા જ્યારે 2022 ની ચૂંટણીમાં અંબરીશ ડેરનો હિરા સોલંકીની સામે પરાજય થયો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અર્જૂન મોઢવડિયાના પટ્ટ શિષ્ય ગણાય છે.

Read More

Trending Video