અંબરીશ ડેરના ભાજપમાં જોડાવવાથી કોંગ્રેસને કેટલું મોટુ નુકસાન થશે ?

March 4, 2024

લોકસભા ચૂંટણી (Lok sabha election) પહેલા કોંગ્રેસને (congress) એક પછી એક ઝટકા મળી રહ્યા છે. રાજુલા (Rajula) વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે  (Ambarish Der) કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ અમરીશ ડેરને (Ambarish Der) પ્રદેશ કૉંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. કેટલીક પક્ષ વિરોધી પ્રવૃતિને ધ્યાને લઈને પ્રદેશ કોંગ્રેસે અમરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા ત્યારે આ વચ્ચે આખરે અંબરીશ ડેરએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કેમકે જો અંબરીશ ડેર ભાજપમાં જોડાશે તો તેમની સાથે અનેક નેતાઓ ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે તેમાંનું એક નામ અર્જૂન મોઢવાડિયા છે.

અર્જુન મોઢવાડિયા પણ આપશે કોંગ્રેસને ઝટકો

કૉંગ્રેસના અમરીશ ડેરે (Ambarish Der) સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમને રાજીનામુ આપ્યું છે. આ સાથે અમરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે તેવું પણ કહેવામા આવી રહ્યુ છે.તેઓ આવતી કાલે કમલમમાં સી.આર.પાટીલના હસ્તે ડેર કેસરિયો ધારણ કરશે. ત્યારે હવે અંબરીશ ડેરના (Ambarish Der) ભાજપમાં જોડાવવાથી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. કેમ કે અંબરીશ ડેરની સાથે ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ શકે છે.

પ્રેસ કોન્ફરન્સમાં અર્જુન મોઢવાડિયાની ગેરહાજરી

મહત્વનું છે કે, આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના પ્રવાસ અંગેની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા આ મોટા નેતા અર્જુન મોઢવાડિયા હાજર હતા નહીં. જેના કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા.

અર્જુન મોઢવાડિયાથી ભાજપને મોટો ફાયદો

ગુજરાતમાં કોંગ્રેસના જે ધારાસભ્યો બાકી રહ્યા હતા, તે પૈકીના અર્જુન મોઢવાડિયા સૌથી સિનિયર નેતા છે.  અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસમાં રાજીનામાથી સીધો ફાયદો ભાજપને જોવા મળી રહ્યો છે.પોરબંદરમાં જાતિનું જે સમીકરણ છે, મેર અને લેઉવા પાટિદારનું ત્યાં પ્રભુત્વ છે. એટલે  જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવે તો પોરબંદરની જે બેઠક છે, કે જ્યાં મનસુખ માંડવિયા પહેલી વખત ચૂંટણી લડવા જઇ રહ્યા છે, તે બેઠક વન વે થવા સાથે હાઇએસ્ટ માર્જિન જોવા મળી શકે છે.

અનેક સ્થાનિક નેતાઓ પણ ભાજપમાં જોડાશે

મહત્વનું છે કે, અમરિશ ડેર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડતા વિપક્ષના સ્થાનિક નેતાઓએ પણ તેમની સાથે ભાજપમાં ભળવાની તૈયારી બતાવી છે. અમરેલી જિલ્લા પંચાયતનાં વિપક્ષનાં નેતા પ્રભાત કોઠીવાળાએ જણાવ્યું હતુ કે, હાલમાં અમે કોંગ્રેસમાં સક્રિય છીએ, અમારા અમરેલી જિલ્લાના આદર્શ અને લોકપ્રિય નેતા ભાજપમા જોડાશે તો તેમની સાથે તાલુકા પંચાયતથી લઈને જીલ્લા પંચાયતનો અમારો મોટો સમુહ પણ તેમની સાથે ભાજપમાં જોડાશે.

જાણકારી મુજબ અંબરીશ ડેરનું આ વિસ્તારમાં મજબુત પકડ હોવાથી  ભાજપ  અંબરીશ ડેરને રાજુલાથી  ચૂંટણીના મેદાનમાં ઉતારી  શકે છે અને રાજુલાથી ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રાજીનામું ભાવનગરથી લોકસભા ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચો :  કોંગ્રેસના નેતા અંબરીશ ડેરે આપ્યું રાજીનામું, આવતી કાલે કરશે કેસરિયા

Read More

Trending Video