ગુજરાત પરથી માવઠાનો ખતરો ગયો નથી! અંબાલાલ પટેલએ કરી ચિંતાજનક આગાહી

March 9, 2024

Gujarat Weather : રાજ્યમાં થોડા દિવસ પહેલા જ કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતુ ત્યારે ફરી એક વાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 10 થી 15 માર્ચ સુધીમાં દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં ફરી વાર કમોસમી વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર કમોસમી વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. અંબાલાલ પટેલએ જણાવ્યું કે, ઉત્તર ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળે છે. 10 તારીખથી કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળવર્ષા કે હળવો વરસાદ થઈ શકે છે, આ દરમિયાન પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાક (kmph), કચ્છમાં 20kmph કરતા વધું, ઉત્તર ગુજરાતમાં 15-20kmph, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહેશે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુસાર માર્ચ મહિનામાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,ડીસા, અરવલ્લી, પાલનપુર,મહીસાગર, મહેસાણા, લખતર, માંડવીમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની સાથે અંધારીયું વાતાવરણ પણ બની શકે છે. વધુમા તેમણે જણાવ્યું કે, 10 થી 15 માર્ચ સુધી ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. ત્યારબાદ 18 થી 20 માર્ચ દરમિયાન પણ વાતાવરણમાં પલટો જોવા મળશે.

ખેડૂતોમાં ચિંતા વ્યાપી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે આજે ફરી એક વાર કમોસમી વરસાદને  લઈને આગાહી કરાવામા આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

આ પણ વાંચો : MP Politics : તારી ગાળો સાંભળી અને તને જ પાર્ટીમાં લઈ રહ્યો છું: કૈલાશ વિજયવર્ગીય

Read More

Trending Video