Weather Forecast Gujarat : રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. જેના કારણે ફરી એક વાર મેઘરાજા વિવધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા આગામી 24 કલાક ભારે વરસાદની (heavy rain Forecast) આગાહી કરવામા આવી છે. અંબાબાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમા ભારે વરસાદની આગાહી
અંબાબાલ પટેલ દ્વારા આગામી 24 કલાક રાજ્યના વિવધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,દ. ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવધ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
અંબાબાલ પટેલના જણાવ્યા મુજબ મધ્યગુજરાતમાં પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે, આગામી 24 કલાક વડોદરા ખેડા આણંદ મહેમદાવાદ કપડવંજ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠામાંના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં અરવલ્લી, માલપુર મેઘરજ વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતા
આ સાથે અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. તેમજ વરસાદની સાથે પવન ફૂકાવાની પણ આગાહી કરવામા આવી છે. તેમજ અંબાલાલે વરસાદને કારણે મગફળી કપાસ સહિતના પાકને નુકસાન થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગર તેમજ અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે જેના કારણે આ વરસાદની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.