Ganiben Thakor : ગુજરાતના જાણીણા યાત્રાધામ અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમના (Bhadravi Poonam) મેળાને આજે ચોથો દિવસ છે. ત્યારે એસટી દ્વારા અંબાજીથી ગબ્બર સુધી ખાસ બસ ચલાવવામાં આવે છે. મેળાની શરૂઆત સાથે જ લોકોમાં એસટી વિભાગની લૂંટની ફરિયાદો ઉઠી હતી. જેમાં એસટી દ્વારા ડબલ ભાડુ વસુલવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જાણકારી મુજબ સામાન્ય દિવસોમાં જ્યાં માત્ર 9 રૂપિયા ભાડુ થાય છે ત્યાં એસટીની ખાસ બસોમાં 20 રૂપિયા ભાડુ વસુલવામાં આવી રહ્યું હતુ . કે લોકોની આ ફરિયાદ બાદ એસ ટી વિભાગે 20 માંથી 15 રુપિયા ભાડુ કર્યુ છે ત્યારે આ મામલે હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે.
અંબાજી મેળાના નામે એસટી વિભાગની ઉઘાડી લૂંટ પર બગડ્યા ગેનીબેન
ગેનીબને ઠાકોરએ જણાવ્યું હતુ કે, સામાન્ય દિવસોમાં જ્યાં માત્ર 9 રૂપિયા ભાડુ થાય છે ત્યાં એસટીની ખાસ બસોમાં 20 રૂપિયા ભાડુ વસુલવામાં આવી રહ્યું હતું લોકોની ફરિયાદ બાદ આ એસ ટી વિભાગે 20 માંથી 15 રુપિયા ભાડુ કર્યુ છે પરંતુ મેળાના દિવસોમાં તો ભાડુ ઓછુ કરવું જોઈએ ત્યારે તંત્ર દ્વારા વધારે ભાડુ વસુલ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે ગેનીબેને તંત્ર પર પ્રહાર કરતા ભાદરવી પૂનમના મેળામાં એસ ટીમાં ફ્રીમાં મુસાફરીની ગેનીબેને માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે ભકિતો વર્ષમાં એક ખથ આસ્થા સાથે મા અંબાના દર્શન કરવા આવતા હોય ત્યારે પરિક્રમા અહીં ફ્રી બસો દોડાવીને તમે અહીં ભક્તોને લાવો તો તેમાં કંઈ વાંધો ન હોવો જોઈએ. ભકિતો પાસેથી વધુ ભાડું ન લેવું જોઈએ, મેળામાં તો એસ ટીનું ભાડુ ઓછુ કરવું જોઈએ .