Alpesh Thakor : છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) હાંસિયામાં ધકેલાય ગયા હતા. પરંતુ અચાનક લાંબા ગાળાનું વેકેશન પૂરુ કરી હવે અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) ચર્ચામાં આવ્યા છે. ત્યારે મંત્રી મંડળનના વિસ્તરણ ની વાતો છે તે ચાલી રહી છે. તેવામાં અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી આવ્યા છે. ત્યારે આ મુલાકાત અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ ની વાતો ચાલી રહી છે.. જેને જ લઈને અનેક નેતાઓ દિલ્હી દરબારમાં સલામી ભરી આવ્યા છે. ત્યારે હાલના ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ દિલ્હી દરબારમાં મુલાકાત કરી આવ્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ ટ્વીટ પર ફોટા શેર કર્યા હતા અને લખ્યું છે કે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જામય રહ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે તેમના નિવાસ સ્થાન પર ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
અલ્પેશ ઠાકોરે બેઠક બાદ કરી ટ્વીટ
અલ્પેશ ઠાકોરે ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી અને તેના ફોટા શેર કરતા લખ્યું છે કે, “ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી ગૃહ અને સહકારીતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને ગાંધીનગર દક્ષિણ ના પ્રજાજનો ના પ્રશ્નો તથા સમગ્ર ઠાકોર સમાજ ના પ્રશ્નો થી અવગત કરાવ્યા તથા તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.”
આજે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જામય રહ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે તેમના નિવાસ સ્થાન પર ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. pic.twitter.com/sOXmvEZw9V
— Alpesh Thakor (@AlpeshThakor_) August 5, 2024
અલ્પેશ ઠાકોર 2019 માં કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા હતા. ત્યારે તે અલ્પેશ ઠાકોર રાધનપુર સીટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા પરંતુ ત્યારબાદ તે ભાજપ માં ગયા ત્યાં ફરીથી તે ચૂંટણી લડ્યા અને તેમને હાર મળી હતી. અલ્પેશ ઠાકોરે ત્યારે એવું કહ્યું હતું કે તેમને કોંગ્રેસમાં કોઈ ભવિષ્ય નથી દેખાતું અને એટલા માટે તે સમાજને પૂછીને સમાજને આગળ વધારવા માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા માગે છે. અલ્પેશ ઠાકોરે એવું પણ કહ્યું હતું કે તેમને ચોક્કસ મઁત્રી બનવામાં રસ છે મંત્રી બની ને તેમને મત વિસ્તારના લોકોના કામ કરવા માગે છે.
પરંતુ તે ભાજપમાં જોડાયા ત્યારબાદ 2022 માં ગાંધીનગર દક્ષિણ માંથી ધારાસભ્ય બન્યા પરંતુ તેમને મંત્રી બનવામાં આવ્યા ન હતા. ત્યારે હવે જ્યારે ફરીથી મંત્રી મંડળનું વિસ્તરણ ની વાતો આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોરની PM મોદી સાથેની અને અમિત શાહ સાથેની આ મુલાકાત અનેક તર્ક વિતર્ક ઉભા કરી રહ્યા છે.. ત્યારે અલ્પેશ ઠાકોર સાથે સંસાદ ભરતસિંહ ડાભી પણ મુલાકત કરી હતી. આ આગાઉ પણ કોંગ્રસ છોડી ભાજપમાં આવેલા નેતાઓ અર્જુન મોઢવાડીયા, સી.જે ચાવડા પણ દિલ્હી મુલાકાત કરી આવ્યા હતા. અમરેલી ભાજપના તમામ ધારાસભ્યો પણ દિલ્હી મુલાકાત કરી આવ્યા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરની મુલાકાત બાદ હવે અલ્પેશને નવા મંત્રી મંડળમાં સ્થાન મળશે કે નહિ તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો : Bangladesh Protest : શેખ હસીનાનું પ્લેન ગાઝિયાબાદથી ટેકઓફ થયું, ક્યાં રવાના થયું, કોણ છે તેમાં સવાર લોકો?