Alpesh Thakor : અમદાવાદમાં કાગડાપીઠામાં ઠાકોર યુવકના પરિવારની અલ્પેશ ઠાકોરે લીધી મુલાકાત, નેતાઓ અને અધિકારીઓને ગણાવ્યા ભ્રષ્ટ

November 21, 2024

Alpesh Thakor : ગુજરાત અત્યારે હવે ક્રાઇમ હબ બની રહ્યું છે. દારૂ, દુષ્કર્મ કે હત્યાના ગુનાઓ સામે આવતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દુષણથી ગુજરાત ધમધમી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં પોલીસ સ્ટેશન પાસે જ એક યુવકની હત્યા થઇ હતી. અને અમદાવાદ કાગડાપીઠ પોલીસ મથકમા અસામાજિક તત્વો દ્વારા અલ્પેશ ઠાકોર નામના યુવકની થઈ હતી. અને આ હત્યા એક બુટલેગર દ્વારા કરવામાં આવી હતી. બે યુવકોને માર મારવામાં આવ્યા હતા. જેમાંથી એકનું મોત નીપજ્યું હતું અને બીજા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેને લઈને આજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે મૃતક યુવકના પરિવારને મળવા પહોંચ્યા હતા.

અમદવાદમાં કાગડાપીઠમાં થયેલ યુવકની હત્યા બાદ આજે ભાજપ MLA અલ્પેશ ઠાકોર મૃતક યુવકના ઘરે પહોંચ્યા હતા. આ યુવક કોળી ઠાકોર સમાજમાં તેમના નજીકનો માનવામાં આવી રહ્યો છે. અને તેના પરિવારને તેમણે 1 લાખ રૂપિયાની સહાય પણ કરી હતી. આ મામલે તેમણે નિવેદન આપ્યું હતું. અને તેમણે કહ્યું કે, અસામાજિક તત્વો સામે અવાજ ઉઠાવવો એ સૌની ફરજ છે. તમારી આસપાસ કોઈ દારૂ વહેંચે કે દારૂનો અડ્ડો ચલાવે તો તેના પર બોલવું એ સૌની ફરજ છે.

નેતાઓ અને અધિકારીઓને ગણાવ્યા ભ્રષ્ટ

આ મામલે તેમણે જે નિવેદન આપ્યું તેમાં સરકારના અધિકારીઓ અને નેતાઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ભષ્ટ અધિકારી અને ભષ્ટ નેતાઓની હપ્તા ખોરીના કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ક્યાંક તેમના કારણે ગુનાખોરી પણ ચાલતી હોય છે. તેમાં ભ્રષ્ટ નેતાઓની અને ભષ્ટ અધિકારીની મિલી ભગત છે. આ મુદ્દે મે લડત આપી છે અને આપતો રહીશ. અલ્પેશ ઠાકોર નશાખોરો સામે લડતો રહયો છે અને લડતો રહીશ. અમારી સરકારની જવાબદારી છે લોકોની રક્ષા કરવાની અને અસામાજિક તત્વોને રોકવાની જે અમે કરીશું. પરંતુ તમે ભાજપના જ ધારાસભ્યો છો તો સાહેબ તમારે એ યાદ રાખવાનું છે કે સત્તા તમારી તો નેતાઓ અને અધિકારીઓ પણ તમારા જ રાજમાં ભ્રષ્ટ થયા ને…

આ પણ વાંચોGautam Adani : ગૌતમ અદાણી પર લાગેલા આરોપો પર અદાણી ગ્રુપની પ્રતિક્રિયા, તમામ આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

 

Read More

Trending Video