લોકસભાની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાશે, જાણો કેવું છે આયોજન

March 4, 2024

એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે હવે લોકસભાની સાથે વિધાનસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે લોકસભાની સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ઉમેદવારોની પસંદગીને લઈને તૈયારીઓે તેજ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ દ્વારા વિપક્ષમાંથી ભાજપમા આવેલા કેટલાકને જવાબદારી સોંપી શકે છે.

કઈ બેઠકો પર યોજાશે ચૂંટણી ?

લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે જાણકારી મુજબ ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયાની પેટાચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને પણ કવાયત તેજ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, ખંભાત બેઠક પરથી કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમજ કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી જે ચાવડાએ પણ કોંગ્રેસની અલવિદા કહી દીધું હતુ જેથી આ બેઠક પણ ખાલી પડી છે તેમજ વિસાવદર બેઠક પરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પક્ષપલટો કર્યો છે તેમજ વાઘોડિયા બેઠક પરથી પણ અપક્ષ ધારાસભ્ય ધમેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામુ આપી ભાજપમાં સામેલ થયા છે. આમ આ ચારેય બેઠકો ખાલી પડી છે જેથી આ ચારેય બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

અન્ય ધારાસભ્યએ પણ માંગી છે ટિકિટ

મહત્વનું છે કે, બીજી યાદીમાં એકાદ ધારાસભ્યને લોકસભાની ચૂંટણી માટે ટીકીટ મળે તો એકાદ એકાદ બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ શકે છે. તેનું કારણ છે કે, ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ, ઉપદંડક કૌશિક વેકરિયા, પૂર્વમંત્રી- ધારાસભ્ય જીતું ચૌધરી, પૂર્વ મંત્રી રમણ પાટકર, ધારાસભ્ય ગણપત વસાવાએ પણ ટીકીટ માંગી છે.

 ભાજપ પક્ષપલટુઓને ઉતારશે મેદાનમાં

ચારેય બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની હોવાથી આ બેઠકો પર ઉદેવારની કોણ હશે તેને લઈને અટકળો તેજ બની છે. જો કે કહેવામા આવી રહ્યું છે કે, ભાજપ મોટા ભાગે પક્ષપલટુઓને પેટાચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે.

મતવિસ્તારોમાં બે ઈવીએમ  હશે

મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી વખતે જ ચાર વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી યોજાવવાની હોવાથી આ ચારેય વિધાનસભા મતવિસ્તારમાં બે ઈવીએમ હશે અને મતદારો લોકસભા અને વિધાનસભાના ઉમેદાવારો એમ બે ઉમેદવારોને મત આપશે.

 ક્યારે જાહેર થશે ઉમેદવારો ?

જાણકારી મુજબ લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આ બેઠકોના ઉમેદવારો જાહેર થઈ શકે છે.

આ પણ વાંચો : ભાજપની બસમાં રોકેલી જગ્યા આખરે મેળવી લેશે અંબરીશ ડેર? CR Patil એ કરી અંબરીશ ડેર સાથે મુલાકાત

Read More

Trending Video