ALOK RANJAN : દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારી આલોક રંજને(ALOK RANJAN) ટ્રેન નીચે પડીને આત્મહત્યા(SUICIDE) કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આલોક રંજનનો મૃતદેહ સાહિબાબાદ રેલવે સ્ટેશન પાસે મળી આવ્યો હતો.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આલોક રંજન(ALOK RANJAN) પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, જેથી તેની આત્મહત્યાનું કારણ જાણી શકાય. જો કે, એવી અટકળો છે કે સીબીઆઈ(CBI)થી બચવા માટે તેણે મોતને ગળે લગાવવું વધુ સારું માન્યું અને રેલવે ટ્રેક પર પોતાનો જીવ આપી દીધો.
સીબીઆઈએ ધરપકડ કરી હતી
વાસ્તવમાં, 7 ઓગસ્ટ, 2024 ના રોજ, સીબીઆઈએ કથિત રીતે લાંચ લેવાના આરોપમાં ED અધિકારી આલોક રંજનની ધરપકડ કરી હતી. આલોક પર જ્વેલર પાસેથી 50 લાખ રૂપિયા સુધીની લાંચ માંગવાનો આરોપ હતો. સીબીઆઈને આ વાતની ખબર પડતાં જ સીબીઆઈ(CBI) એક્શન મોડમાં આવી ગઈ. આલોક રંજન(ALOK RANJAN) સામે મની લોન્ડરિંગનો(MONEY LAUNDERING) કેસ નોંધવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી ડરીને આલોક રંજને આત્મહત્યા કરી લીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે આલોક રંજનની આત્મહત્યાના તાર મુંબઈ સાથે જોડાયેલા છે. જી હા, થોડા મહિના પહેલા EDએ મુંબઈમાં એક જ્વેલરના ઘરે દરોડા પાડ્યા હતા. સહાયક નિર્દેશક સંદીપ સિંહના નેતૃત્વમાં EDએ જ્વેલરના ઘરે દરોડા પાડ્યા અને તેના પુત્રની ધરપકડ કરવાની ધમકી આપી. સંદીપ સિંહે તેના પુત્રને છોડાવવા માટે જ્વેલર પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જ્વેલરે આ અંગે સીબીઆઈને ફરિયાદ કરી હતી. CBIએ સંદીપ સિંહને દિલ્હીના લાજપત નગરમાંથી પૈસા લેતા રંગે હાથે પકડ્યો હતો. CBIએ સંદીપ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
આલોક રંજન પર આરોપો
જ્યારે સીબીઆઈએ સંદીપ સિંહની પૂછપરછ શરૂ કરી તો તેઓએ ઈડી ઓફિસર આલોક રંજનનું નામ લીધું. સંદીપના નિવેદનના આધારે સીબીઆઈએ આલોક રંજનને પણ કસ્ટડીમાં લીધો હતો. તેના પર 50 લાખની લાંચ લેવાનો પણ આરોપ હતો. ગતરોજ આલોક રંજનનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટપાર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલે દિલ્હી પોલીસે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાઈ રહ્યો છે.
આ પણ વાંચો :
RAPE: RAPE કેસમાં જજે આપ્યો આદેશ,સાંભળી સુપ્રીમકોર્ટ સ્તબ્ધ
RAJYA SABHA ELECTION: જાણો કોણ છે BJPના રાજ્યસભાના ઉમેદવાર મનન કુમાર મિશ્રા