રાજકોટ લેટરકાંડમાં લોધિકા સંઘના ચેરમેનની નિમણૂકને લઈને ધવલ દવે અને અલ્પેશ ઢોલરીયા પર લાગ્યા આક્ષેપ, નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યા ખુલાસા

January 29, 2025

Rajkot: સૌરાષ્ટ્ર ભાજપમાં હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તાજેતરમાં અમરેલી લેટરકાંડનો (amreli letter kand) મામલો સામે આવ્યો હતો. જેમાં ભાજપના જ નેતાએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા (kaushik vekariya) વિરુદ્ધ લેટર બહાર પાડીને ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. હજી તો અમરેલી લેટરકાંડનો મામલો હમણાં શાંત પડ્યો નથી ત્યારે હવે પાછો સૌરાષ્ટ્ર BJP માં વધુ એક લેટરબોમ્બ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ લેટર રાજકોટ જિલ્લા BJP પ્રભારી અને સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી સહ ઈન્ચાર્જ ધવલ દવે (Dhaval Dave) વિરુદ્ધ જૂના કાર્યકરોએ લખ્યો છે. જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથેના સંબંધોનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ લેટરમાં ધવલ દવે ઉપર લોધિકા સહકારી સંઘ ઉપર પદ માટે 7 આંકડામાં વહીવટ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામા આવ્યો છે.

લોધીકા સહકારી સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપોને લઈને કર્યો ખુલાસો

આ લેટરમાં રાજકોટ જિલ્લાના પ્રભારીની જવાબદારી સંભાળતા જ તેણે પ્રથમ જ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવા સાત આંકડામાં વહીવટ કરી કોંગ્રેસી માણસને રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનો ચેરમેન બનાવ્યો અને આ કામમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયાએ પણ ધવલ દવેને આ કામમાં સાથ સહકાર આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ આક્ષેપ લાગતા લોધીકા સહકારી સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે આ આરોપોને લઈને ખુલાસો કર્યો હતો.

નરેન્દ્રસિંહ જાડેજાએ તમામ આક્ષેપોને વખોડયા

રા.લો.સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, લેટરકાંડમાં લખ્યું છે પ્રભારી ધવલ દવેએ 7 આંકડામાં વહીવટ કરી રા.લો.સંઘ માં પ્રમુખ નીમ્યા જો કે, રા.લો.સંઘના પ્રમુખ તરીકે મારી નિમણુંક 2 મે 2023 ના રોજ થઈ હતી અને ધવલ દવેની પ્રભારી તરીકે 16 મે 2023 ના રોજ થઈ હતી. જે બાદ જિલ્લા બીજેપી પ્રમુખની નિમણુંક 25 મે 2023 ના રોજ થઈ. રા.લો.સંઘના પ્રમુખ બન્યા પહેલા હું ધવલ દવેને નહોતો ઓળખતો.એટલે કે નનામાં પત્રમાં તદ્દન ગપગોળા મારેલા છે. રાજકોટ લોધિકા સહકારી સંઘના પ્રમુખ તરીકે નિમણુંક પત્રમાં સ્પષ્ટ તારીખો છે આમ રા.લો.સંઘ ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ તમામ આક્ષેપોને વખોડયા હતા.

આ પણ વાંચો : Banaskantha:જિલ્લા વિભાજનના મુદ્દે ભાભરમાં બે મત! ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ભાભરમા બેનર લગાવતા વિવાદ

Read More

Trending Video