જ્ઞાનવાપીની જેમ Ajmer દરગાહમાં પણ શિવ મંદિરનો દાવો, કોર્ટે કેસને બીજી કોર્ટમાં કર્યો ટ્રાન્સફર

September 27, 2024

Ajmer: રાજસ્થાનના અજમેર જિલ્લામાં સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને લઈને વિવાદ ઉભો થયો છે. હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેરની એક કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે દરગાહ પહેલા સંકટ મોચન મહાદેવ મંદિર હતી. જેને દરગાહ બનાવવા માટે તોડી પાડવામાં આવ્યું છે. ગુપ્તાએ પોતાની અરજીમાં કહ્યું છે કે આ દરગાહ હિંદુ4 અને જૈન મંદિરોને તોડીને બનાવવામાં આવી હતી અને તેના પુરાવા પણ છે.

ગુપ્તાએ કોર્ટને વિનંતી કરી છે કે દરગાહને સંકટ મોચન મહાદેવ મંદિર તરીકે જાહેર કરવામાં આવે અને ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે. આ સાથે તેમણે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) પાસે સ્થળનો સર્વે કરાવવાની પણ માંગ કરી છે.

દાવો શું છે?

વિષ્ણુ ગુપ્તા કહે છે કે અજમેરના હરવિલાસ શારદાએ તેમના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે અને આ પુસ્તકના આધારે તેમણે અરજી કરી છે. આ અરજી દિલ્હીના એડવોકેટ શશિ રંજન અને અજમેરના એડવોકેટ જે. એસ. રાણા મારફત દાખલ કરવામાં આવેલ છે. બીજી તરફ દરગાહના સજ્જાદંશીન સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતાને નુકસાન પહોંચાડવાના હેતુથી આવા દાવા કરવામાં આવી રહ્યા છે. ચિશ્તીએ કહ્યું કે દરગાહનો ઈતિહાસ સદીઓ જૂનો છે અને તે તમામ ધર્મના લોકો માટે ખુલ્લો છે. તેમણે એવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જે આવા વિવાદો સર્જી રહી છે.

કોર્ટે શું કહ્યું?

અદાલતે અધિકારક્ષેત્રના મુદ્દાને કારણે કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે. વિષ્ણુ ગુપ્તાએ કહ્યું છે કે તેઓ હવે જિલ્લા ન્યાયાધીશ સમક્ષ નવી અરજી દાખલ કરશે અને સુનાવણી માટે યોગ્ય કોર્ટમાં અપીલ કરશે. તેમના વકીલે કહ્યું કે સિવિલ કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને તેઓ હવે તેને યોગ્ય કોર્ટમાં રજૂ કરવા માટે ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ અરજી કરશે.

આ પણ વાંચો: Ujjainમાં મોટી દુર્ઘટના, મહાકાલ મંદિરમાં દિવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત

Read More

Trending Video