AICC Session : ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. આજે તેનો બીજો દિવસ છે. આ રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. આ અધિવેશનથી ગુજરાતમાં કોંગ્રેસ પોતાના પાયા વધુ મજબૂત કરવા માંગે છે. આ સાથે જ આ અધિવેશ એ માત્ર ભાજપને જવાબ આપવા માટે જ ભરાયું હોયુ તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાત ભાજપનો ગઢ છે અને આ ગઢ પર પોતાની શાખ જમાવવા કોંગ્રેસ હવે મેદાને આવી છે. અને આ અધિવેશન ગુજરાતના આંગણે યોજાઈ રહ્યું છે. ત્યારે આ અધિવેશનમાં જીગ્નેશ મેવાણીએ મંચ પરથી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
જીગ્નેશ મેવાણીએ શું કહ્યું ?
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે અધિવેશનના મંચ પરથી હુંકાર ભર્યો હતો. અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “ગુજરાતની ધરતીએ સત્યના પ્રયોગ કરનારા બાપુ પણ આપ્યા અને જૂઠનો પ્રયોગ કરનારા મોદી પણ આપ્યા છે. પરંતુ જૂઠના પ્રયોગ કરનારા મોદી અને તેમની સરકારે દેશ-દુનિયા સામે ગુજરાત કેટલું ગતિશીલ છે, વાઇબ્રન્ટ છે, સ્વર્ણિમ છે એવા ડિંગા માર્યા. જો ગુજરાત વાઇબ્રન્ટ હોય તો ગુજરાતના યુવાઓને શા માટે કેનેડા અને અમેરિકાની ફાઇલો મૂકવી પડે છે. અહીંનો ગ્રોથ જોબલેસ ગ્રોથ છે. 1960થી 1990 સુધીનું જે ગુજરાત હતું તેમાં વેપાર વાણિજ્યની સંસ્કૃતિ હતા. નવા નવા ઉદ્યોગો, ડેમો, IIM, IIT, NID, સિંચાઈ વિભાગો, સેપ્ટ, ઇસરો,પીઆરએલ, એમ.એસ.યુનિવર્સિટી જેવી સંસ્થાઓની સ્થાપના કરી. પરંતુ હાલમાં ગુજરાતના 100માંથી 45 બાળક કૂપોષિત છે. અમૂલ અને દૂધસાગર ડેરી છે છતાં 100માંથી 40-45 બાળકો કુપોષિત છે. આપણે એવું વિકાસ મોડલ જોઇતું નથી.”
આ પણ વાંચો : AAP Gujarat : વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા AAP મેદાને, ગોપાલ રાય સહિતના સિનિયર નેતાઓએ યોજી પ્રેસ કોન્ફરન્સ