Ahmedabad: ઋષિભારતી બાપુના રુમમાં રેડ પાડવા માટે કીર્તિ પટેલને કોને બોલાવી ? ઋષિભારતી બાપુએ કર્યો મોટો ખુલાસો

September 2, 2024

Ahmedabad: અમદાવાદના (Ahmedabad) સરખેજ ભારતી આશ્રમ (Sarkhej Bharti Ashram ) વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ (Hariharananda Bharti) તેમના શિષ્યો ઋષિ ભારતી (Rishi Bharati) અને વિશ્વેશ્વરી ભારતી (Visveshwari Bharati) માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની કાઢી મુક્યા છે. તેમજ ભારતી આશ્રમના મેનેજરે રહેલા ઋષિભારતી બાપુ પર સાધુની મર્યાદા વિરુદ્ધના કૃત્યો કરતા હોવાના આરોપો લગાવ્યા છે. આ વિવાદમાં હવે નવા નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે આ વિવાદમાં હવે વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની (Kirti Patel) એન્ટ્રી થઈ છે. આ વિવાદ સામે આવ્યા બાદ ગઈ કાલે રાત્રે કીર્તિ પટેલે સરખેજ ભારતી આશ્રમમાં ઋષિભારતી બાપુના રુમમાં પહોંચી ગઈ હતી.

ઋષિભારતી બાપુને ઉઘાડા પાડવા પહોંચી કીર્તિ પટેલ

વિવાદિત ગર્લ કીર્તિ પટેલે ઋષિભારતી બાપુના રુમમાં જઈ તેમનુમ કબાટ ખોલ્યું હતું. જેમાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. જેમાં મહિલાના વસ્ત્રો , રમકડા જેવી વસ્તુઓને કીર્તિ પટેલ ખુલ્લેઆમ વિડિયોમાં બતાવી રહી છે. અને ઋષિભારતી બાપુના આશ્રમની મહિલા સાથેના સબંધોને ઉજાગર કરે છે. સાથે તે કહી રહી છે કે, જો તેમને આવું જ જીવન જીવવું હોય તો તેમને દેખાડો ના કરવો જોઈએ.

કીર્તિ પટેલના આક્ષેપ પર ઋષિભારતી બાપુનો ખુલાસો

કીર્તિ પટેલના આ આરોપ પર ઋષિભારતી બાપૂએ નિર્ભય ન્યુઝ સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો તેમાં તેમને કીર્તી પટેલના તમામ આરોપોને ફાગાવ્યા હતા અને તેમને બદનામ કરવા માટે કીર્તિ પટેલને બોલાવવામા આવી હોવાનું તેમને જણાવ્યું હતુ. ઋષિભારતી બાપૂએ કીર્તી પટેલની રેડ પર ખુલાસો કરતા જણાવ્યું કે, તેઓ ત્યાં હાજર નહોતા એટલે મારી ઘેરહાજરીમાં મને ફસાવવા માટે આ કરવામાં આવ્યું છે. મારી સામે કેટલાય દીવસથી સાજીસ ચાલે છે અને મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે મહિલાના કપડા મળવા પર કહ્યું કે, જે સાધ્વીના છે રે મહામંડલેશ્વર છે. તેમની સાથે જે તે સમયે મેનેજર, ડ્રાઈવરના ઘરના સાથે બે બાળકો હતા તેમના હતા તેમને બધા કપડા ભેગા કરીને ત્યાં મુકી દીધા હશે. કીર્તી પટેલ તે તમામ વસ્તુઓ સાથે લઈને આવી હોવાની શક્યતા તેમને વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : Chirag Paswan Car Challan: PM મોદીના ‘હનુમાન’ એ દોડાવી ઓવરસ્પીડમાં ગાડી , પોલીસે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ફટકાર્યો મેમો

Read More

Trending Video