Ahmedabad: દાહોદની ઘટના મામલે NSUI નું ગુજરાત યુનિ.માં ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી

September 27, 2024

Ahmedabad: દાહોદમા (dahod) 6 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ આચાર્યએ દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખી હતી. આ ઘટના મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આરોપીને ફાંસીની સજા આપવાની લોકો માંગ કરી રહ્યા છે આ ઘટનાનો આરોપી RSS અને VHP સાથે કનેક્શન ધરાવે છે તેમજ તેના ભાજપના મોટા નેતાઓ સાથે પણ ફોટા વાયરલ થયા છે.ત્યારે આટલી કરુણ ઘટના મામલે પણ ભાજપ સરકાર તરફથી કે ભાજપના નેતાઓ તરફથી કોઈ નિવેદન આપવામા આવ્યું નથી. જેથી આ મામલે વિપક્ષ ભાજપને ઘેરી રહ્યુ છે ત્યારે આજે આ ઘટનાને લઈને અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઇ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દાહોદની ઘટના મામલે NSUI નું ગુજરાત યુનિ.માં ઉગ્ર વિરોધ પ્રદર્શન

દાહોદની ઘટનાને લઈને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા વીર નર્મદના પૂતળા પાસે એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતુ.એનએસયુઆઇ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટ અને કમળના પોસ્ટર પર ચપ્પલ મારવામાં આવ્યાં હતાં આ દરમિયાન આરોપી ભાજપ અને RSSની વિચારધારાનો હોવાથી ભાજપ સરકાર મૌન હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે એવી પણ માગ કરવામાં આવી હતી. જો કે આ વિરોધ ઉગ્ર બને તે પહેલા પોલીસ અહીં આવી પહોચી હતી અનેદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

સરકારના મૌન પર કર્યા પ્રહાર

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બંગાળમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી ત્યારે આ મામલે ગુજરાતમાં ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો અને કેન્ડલ માર્ચ યોજી પીડિતાને ન્યાય આપવવા માટે અને મમતા સરકારના રાજીનામાની માંગ કરી રહ્યા હતા એટલું જ નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને આ ઘટના મામલે મમતા સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે દાહોદમાં માત્ર 6 વર્ષની બાળકીની દુષ્કર્મના ઈરાદે આચાર્ય દ્વારા હત્યા કરી દેવામા આવી. આ આરોપી RSSની વિચારધારાનો છે એટલે સરકાર મૌન છે ત્યારે વિપક્ષ સરકારના આ મૌન પર સરકારને આડેહાથ લઈ રહ્યું છે.

આ પણ વાંચો : Gujarat Job: શું ગુજરાતમાં યુપી-બિહાર કરતા પણ ઓછુ મળે છે વેતન? રિપોર્ટ જાણી ચોંકી જશો

Read More

Trending Video