Ahmedabad: આ વખતે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના (Independence Day 2024 ) અવસર પર ભાજપ (BJP) દ્વારા સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘરમાં તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આજે અમદાવાદમાં (Ahmedabad) આયોજિત તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah) પણ ભાગ લેશે. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
અમિત શાહ અમદાવાદમાં ‘હર ઘર તિરંગા યાત્રા’ને લીલી ઝંડી બતાવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિરાટનગરથી નિકોલ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શરૂઆત કરાવશે.આ યાત્રા આજે અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં સાંજે 4.30 વાગ્યે શરૂ થશે.આ તિરંગા યાત્રામાં 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે. આ યાત્રામાં આઝાદીના 78 વર્ષના સંદર્ભે 10 જેટલા ટેબ્લો પણ રાખવામાં આવશે.
‘હર ઘર તિરંગા’ અભિયાન કેમ શરુ કરાયું
ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું છે.લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન, કેન્દ્ર સરકારે નાગરિકોને દરેક ઘર, દુકાન અને ઓફિસ પર ત્રિરંગો ફરકાવવા વિનંતી કરી હતી. અગાઉ, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ નાગરિકોને તેમના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી.
પીએમ મોદીએ કરી હતી અપીલ
ઉલ્લેખનીય છે કે, 28 જુલાઈના રોજ 112મી ‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું. ‘હર ઘર તિરંગા’ એક અભિયાન છે જે આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે. ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે તિરંગાને ઘરે લાવવા અને તેને ફરકાવવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે 2021માં તે લોન્ચ કરવામાં આવ્યું હતું.આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વડાપ્રધાન મોદીએ નાગરિકોને સ્વતંત્રતા દિવસ પહેલા તેમના પ્રોફાઇલ ચિત્રોને ત્રિરંગામાં બદલીને ‘હર ઘર તિરંગા’ ઝુંબેશને વાઇબ્રન્ટ જન ચળવળમાં ફેરવવા પ્રોત્સાહિત કર્યા હતા.
અમિત શાહે પણ કરી હતી અપીલ
ગૃહ પ્રધાન શાહે પણ આ અપીલને પુનરાવર્તિત કરી, વ્યાપક સહભાગિતા અને સેલ્ફી શેર કરવા વિનંતી કરીછે. બંને નેતાઓએ આઝાદીની ઉજવણી અને સંદેશ ફેલાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ‘હર ઘર તિરંગા યાત્રા’ પહેલ દેશભક્તિના ઉત્સાહ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે જેથી રહેવાસીઓને તેમના ઘર પર ભારતીય ધ્વજ પ્રદર્શિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવે.
આ પણ વાંચો : Gurmeet Ram Rahim : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવ્યો, 21 દિવસની મળી છૂટ