Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવશે અમદાવાદ, CAA હેઠળ 151 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રોનું કરાશે વિતરણ

August 17, 2024

Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) રવિવાર એટલે કે, 18 ઓગસ્ટે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે. આ દરમિયાન અમદાવાદના (Ahmedabad) બોડકદેવમાં (Bodkdev) આવેલા પંડિત દીનદયાલ ઓડિટોરિયમ (Pandit Deendayal Auditorium) ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામા આવ્યું છે.  જેમાં અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ (CAA) હેઠળ 151 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરશે .

અમિત શાહ 151 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના  18  ઓગસ્ટ રવિવારે અમદાવાદમાં આવશે. આ દરમિયાન તેઓ પડોશી દેશોના હિંદુ ઈમિગ્રન્ટ્સને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ 151 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરશે.આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે. આ નાગરિકતા પ્રમાણપત્રો એવા વ્યક્તિઓને આપવામાં આવશે કે જેમણે પોતાના દેશમાં કંટાળીને ભારતમાં આશ્રય માંગ્યો છે.

અમિત શાહ આ કાર્યક્રમોમાં આપશે હાજરી

અમદાવાદમાં પ્રમાણપત્ર વિતરણ સમારોહ બાદ અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓક્સિજન પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે, જે શહેરના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર વિકસાવવામાં આવ્યો છે. આ ઓક્સિજન પાર્કમાં અંદાજે 27,200 ચોરસ મીટર વિસ્તારમાં 1,67,000 થી વધુ વિવિધ પ્રકારના ફૂલો અને મોટા વૃક્ષો છે.આ બાદ અમિત શાહ મકરબામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા જીમ અને સ્વિમિંગ પૂલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ પ્રહલાદ નગરમાં આયોજિત સમારોહમાં AMCની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરશે. આ ઉદ્ઘાટન બાદ અમિત શાહ જાહેરસભાને પણ સંબોધશે અને AMC દ્વારા વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે.

આ પણ વાંચો : Jamnagar : કોલકત્તા રેપ-હત્યાકાંડ મામલે જામનગરના સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા, દર્દીઓને ભારે હાલાકી

Read More

Trending Video