Ahmedabad નો 52 વર્ષ જૂનો સુભાષ બ્રિજ હાલ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલે અચાનક સુભાષ બ્રિજ પર અવાર જવર બંધ કરી દેવામાં આવી. અને વાત સામે આવી કે સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી ગયો છે જેના કારણે ત્યાં વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરરોજ આ બ્રિજ પરથી અંદાજે 1 લાખ લોકો પસાર થાય છે. અને આ વાહનચાલકોને સુભાષ બ્રિજ પર અવર જવર બંધ કરતા હવે વૈકલ્પિક માર્ગ પરથી જવું પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે બોટમાં બેસીને સુભાષબ્રિજનું નીચેની તરફથી ઇન્સ્પેક્શન કર્યું હતું. સાથે જ બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોનથી પણ તપાસ કરવામાં આવી હતી. અચાનક બ્રિજ પરના વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવતા જેના કારણે ઓફિસ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આજે સવારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ સુભાષ બ્રિજ ઉપર પહોંચ્યા હતા. રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
#SubhashBridge ની સમીક્ષા કરવા પહોંચ્યા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે આગામી વ્યવસ્થાપન અંગે AMCના અધિકારીઓ સાથે ચર્ચા કરી#AMC #SubhashBridge #Riverfront #Ahmedabad #GSMalik #AhmedabadPolice #AhmedabadNews pic.twitter.com/GHgX7if2oq
— Nirbhaynews (@nirbhaynews1) December 5, 2025

આ પણ વાંચો : Delhi માં રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે પુતિનનું સ્વાગત, પીએમ મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા