Ahmedabad: શિક્ષક દ્વારા વિદ્યાર્થીને હેવાનિયત પૂર્વક માર મારવામાં આવ્યો, શિક્ષણ મંત્રીએ ઘટના મામલે આપ્યું મોટુ નિવેદન

October 1, 2024

Ahmedabad: અમદાવાદની (Ahmedabad) એક ખાનગી શાળામાં વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેરહેમીથી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ક્લાસમાં શિક્ષક વિદ્યાર્થીને તેના વાળથી બ્લેક બોર્ડ તરફ ખેંચે છે અને દિવાલ સાથે તેનું માથુ પછાડે છે. શિક્ષક એટલો ગુસ્સે થઈ જાય છે કે તે તેને એક પછી એક 10 વાર થપ્પડ મારી દે છે. માર માર્યા બાદ શિક્ષકે વિદ્યાર્થીના વાળ પકડીને તેને જમીન પર પછાડી દીધો હતો.

માધવ સ્કુલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને હેવાનિયત પૂર્વક માર મારવામાં આવ્યો

સીસીટીવી ફૂટેજ મુજબ આ ઘટના 24 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યે બની હતી. વીડિયોમાં જોવા મળે છે કે શિક્ષક વિદ્યાર્થીના ડેસ્ક પર જાય છે અને તેને તેની સીટ પરથી તેના વાળથી ખેંચી લે છે. તે પછી તે વિદ્યાર્થીને વર્ગની આગળ ખેંચે છે અને તેનું માથું બ્લેકબોર્ડ પર પછાડે છે અને અન્ય વિદ્યાર્થીઓ જોતા હોય ત્યારે શિક્ષક બાળકને ધક્કો મારે છે. આ ઘટના વાયરલ થયા બાદ અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ બે ખાનગી શાળાઓને નોટિસ મોકલી હતી અને આરોપી શિક્ષકને તાત્કાલિક ધોરણે કાઢી મૂકવા જણાવ્યું હતું.

ડીઈઓએ શિક્ષકને તાત્કાલિક કાઢી મુકવા આપ્યો આદેશ

આ ઘટના અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલ અથવા ડિવાઈન ગુરુકુલમમાં બની હતી. જેના કારણે બંને શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે . ડીઈઓએ પણ તમામ વિગતો બહાર આવતા શિક્ષકને તાત્કાલિક ધોરણે કાઢી મૂકવાનો આદેશ કર્યો છે.

બાળકને ઢોર માર મારવાની ઘટના સામે શિક્ષણ મંત્રીનું નિવેદન

શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટના પર રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે . તેમણે કહ્યું કે વિદ્યાર્થીને માર મારવાની ઘટના માફ કરી શકાય તેમ નથી. ખાનગી કે સરકારી શાળાના શિક્ષકના આ પ્રકારના વર્તનને મંજૂરી આપી શકાય નહીં. આ સમગ્ર મામલે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે અને પ્રિન્સિપાલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના તમામ શિક્ષણ અધિકારીઓને આવી કોઈ ફરિયાદ મળે તો તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

શિક્ષણ મંત્રીએ જિલ્લા શિક્ષણાધિકારી પાસે રિપોર્ટ માંગ્યો

અમદાવાદ ડીઇઓએ તમામ શાળાઓમાં આદેશ કર્યો છે કે શાળાઓએ શિક્ષકોને માનસિક ત્રાસ ન થાય તેનું ધ્યાન રાખવું. અમદાવાદની તમામ શાળાઓને શિક્ષકોને તાલીમ આપવા અને શાળાઓમાં શારીરિક શિક્ષા ન કરવા માટે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણ મંત્રીએ જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી આ અંગેનો રિપોર્ટ માંગ્યો છે.

માધવ સ્કૂલના શિક્ષક સસ્પેન્ડ

આ બધા પછી માધવ સ્કૂલના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પ્રિન્સિપાલને પણ અયોગ્ય કામગીરી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, શાળાના નિર્ણયને લઈને વાલીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે સીસીટીવીની માંગણી કરવામાં આવી હતી પરંતુ આપવામાં આવી ન હતી. વાલીઓનું કહેવું છે કે આ ઘટના બાદ પણ શાળા દ્વારા શિક્ષકને બોલાવવામાં આવ્યા નથી અને ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે અમે શિક્ષકને ક્યારેય પાછા નહીં મળે.

આ પણ  વાંચો : SITએ રોકી ‘તિરુપતિ લાડુ પ્રસાદ’માં ભેળસેળની તપાસ, જણાવ્યું આ મોટું કારણ

Read More

Trending Video