Ahmedabad: રથયાત્રા દરમિયાન આટલા ઇમર્જન્સી કેસ નોંધાયા, જાણો વિગતો

July 8, 2024

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) 147મી રથયાત્રા (rathyatra) કડક સુરક્ષા વ્યવસ્થા સાથે કાઢવાામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા (jagannath rathyatra) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. મહત્વનું છે કે, સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા.વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા. ત્યારે આ ભીડના કારણે તેમજ અન્ય કારણો સર કેટલાક લોકોની તબિયત (Health) ખરાબ થઈ હી જો કે, રથયાત્રાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામા આવી હતી. 108 ઈમરજન્સી સર્વીસ (Emergency services) આ માટે પહેલા જ એક્ટિવ હતી. જેથી રથયાત્રા દરમિયાન 108 ને જેટલા પણ કોલ કરવામા આવ્યા હતા તેમને તાત્કાલિક સેવા આપવામાં આવી હતી.

રથયાત્રા દરમિયાન 43 ઈમરજન્સી કેસ સામે

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા ધામધૂમથી ઉજવાઈ હતી. તેની વચ્ચે રથયાત્રા દરમિયાન 43 ઈમરજન્સી કેસ સામે આવ્યા છે. રથયાત્રા દરમિયાન એક મહિલા અને 2 પુરૂષ સહિત 3 ઈમરજન્સી કેસ સામે આવ્યા છે. ત્રણેય લોકોની તબિયત અચાનક ખરાબ થતાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને હાલમાં ત્રણેયની હાલત સ્થિર હોવાની જાણકારી મળી છે.

રથયાત્રા દરમિયાન નોંધાયેલ ઇમર્જન્સી કેસની વિગતો

રથયાત્રા દરમિયાન 108 ને કુલ 43 ફોન આવ્યા હતા

  • મેડિકલ- 5
  • 2 લોકો પડી ગયા
  • 27 લોકો બેભાન થયા
  • ખેંચ આવવી -1
  • પેટનો દુખાવો- 2
  • ઝાડા/ઉલ્ટી: 4
  • સ્ટ્રોક: 1
  • RTA- 1

આ પણ વાંચો :  Mumbai Rains: છ કલાકમાં રેકોર્ડબ્રેક 12 ઈંચ વરસાદ ખાબકતાં મુંબઈમાં જળબંબાકાર, જુઓ દ્રશ્યો

Read More

Trending Video