Ahmedabad: સરખેજ ભારતી આશ્રમ વિવાદ ચરમસીમાએ, ઋષિભારતી બાપુને ઉઘાડા પાડવા પહોંચી કીર્તિ પટેલ

September 2, 2024

Ahmedabad: અમદાવાદના (Ahmedabad) સરખેજ ભારતી આશ્રમ (Sarkhej Bharti Ashram ) વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ (Hariharananda Bharti) તેમના શિષ્યો ઋષિ ભારતી (Rishi Bharati) અને વિશ્વેશ્વરી ભારતી (Visveshwari Bharati) માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની કાઢી મુક્યા છે. તેમજ ભારતી આશ્રમના મેનેજરે રહેલા ઋષિભારતી બાપુ પર સાધુની મર્યાદા વિરુદ્ધના કૃત્યો કરતા હોવાના આરોપો લગાવ્યા છે. આ વિવાદમાં હવે નવા નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે આ વિવાદમાં હવે વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની (Kirti Patel) એન્ટ્રી થઈ છે. આ વિવાદ સામે આવ્યા બાદ ગઈ કાલે રાત્રે કીર્તિ પટેલે સરખેજ ભારતી આશ્રમમાં ઋષિભારતી બાપુના રુમમાં પહોંચી ગઈ હતી.

ઋષિભારતી બાપુને ઉઘાડા પાડવા પહોંચી કીર્તિ પટેલ

વિવાદિત ગર્લ કીર્તિ પટેલે ઋષિભારતી બાપુના રુમમાં જઈ તેમનુમ કબાટ ખોલ્યું હતું. જેમાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. જેમાં મહિલાના વસ્ત્રો , રમકડા જેવી વસ્તુઓને કીર્તિ પટેલ ખુલ્લેઆમ વિડિયોમાં બતાવી રહી છે. અને ઋષિભારતી બાપુના આશ્રમની મહિલા સાથેના સબંધોને ઉજાગર કરે છે. સાથે તે કહી રહી છે કે, જો તેમને આવું જ જીવન જીવવું હોય તો તેમને દેખાડો ના કરવો જોઈએ.

શું કીર્તિ પટેલને જાણી જોઈને બોલાવવામાં આવી ?

ત્યારે અહીં સવાલ તે થાય છે કે, વિવાદિત કીર્તિ પટેલ અહીં આશ્રમમાં પહોંચી કેવી રીતે ? શું ઋષિભારતી બાપુને ઉઘાડા પાડવા માટે કિર્તીપટેલને બોલાવવામા આવી હતી. કેમ કે આ વિડીયોમાં કીર્તિ પટેલ એમ પણ કહી રહી છે કે, તેની સાથે થોડા સાધુ ભાઈઓ છે એટલે કેટલીક વસ્તુઓ તે દેખાડી શકે તેમ નથી ત્યારે સવાલ તે થાય છે કે, તેની સાથે કોણ સાધુ ભાઈઓ હતા. શું કીર્તિ પટેલને અહીં બોલાવવામા આવી છે ? કેમકે સૌ કોઈ જાણે છે કીર્તિ પટેલ કોઈની પણ શરમ રાખ્યા વગર બેફામ બોલી પણ શકે છે અને આ વસ્તુઓ દેખાડી પણ શકે છે. ત્યારે કીર્તિ પટેલ અહીં પહોંચતા અનેક સવાલ ઉઠી રહ્યા છે કે, જેમને સાધુઓ કહીએ છીએ તેઓ તે હદ સુધી જઈ શકે છે કે, કોઈને ઉઘાડા પાડવા માટે કોઈ મહિલાના વસ્ત્રો આવી રીતે ખુલ્લેઆમ દેખાડે, કીર્તિ પટેલ એક મહિલા છે છતા પણ તે આવી રીતે મહિલાઓના વસ્ત્રો કબાટમાંથી કાઢીને ખુલ્લેઆમ બતાવી રહી છે તે કેટલું યોગ્ય કહેવાય ? ત્યારે બે સાધુઓનો આ વિવાદ હવે કેટલી હદ વટાવે છે તે જોવું રહ્યું..


આ પણ વાંચો :આંધ્રપ્રદેશ-તેલંગાણામાં ભારે વરસાદે વિનાશ વેર્યો, 24 લોકોના મોત, શાળાઓ બંધ, 100 થી વધુ ટ્રેનો રદ

Read More

Trending Video