Ahmedabad Robbery : અમદાવાદમાં ફરી એકવાર લૂટનો બનાવ સામે આવ્યો છે. ફરી એકવાર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. આંગડિયા પેઢીનો કર્મચારી જ્યારે રિક્ષામાં લાખો રૂપિયા લઈને જઈ રહ્યો હતો. ત્યારે અચાનક બે શખ્સો એક્ટિવા પર આવ્યા અને લૂંટ ચલાવી (Ahmedabad Robbery)ને ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
અમદાવાદમાં લો ગાર્ડન નજીક આંગડિયા પેઢીનો કર્મચારી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેલાક શખ્સો ધ્વારા તેમની પાસે જઈને આંખમાં મરચાંની ભૂકી નાખી ને લૂટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓ આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લૂટ ચલાવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને બનાવની વિગત મેળવી હતી. હવે પોલીસ દ્વારા જણાવવામાં આવેલી માહિતી મુજબ એવું જણાવ્યું છે કે આંગડિયા પેઢીના કર્મચારીઓના બેગમાં 40 લાહ રૂપિયા હતા. જયારે આંગડિયા પેઢીના કર્મચારીઓ મુજબ 65 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. લૂંટારુઓએ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઇ ગયા હતા.
એલિસબ્રિજ જીમખાના પાસે જ્યાં લોકોની અવર જ્વર ધમધમતી હોય છે. અને એવામાં લોકોની વચ્ચે ફાયરિંગ કરીને લૂંટારુઓ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટીને એક્ટિવ પર ફરાર થઇ ગયા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પોહચી ગઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ ઘટના સ્થળે પોહચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અલગ અલગ ટિમો બનવી ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે આ ઘટનાં સીસીટીવી ફૂટેજ દ્વારા પણ આરોપીઓ લૂંટ કરી ફરાર થતા નજરે પડે છે. ત્યારે પોલીસ જે દિશામાં લોટારુ ભાગ્ય છે તે દિશામાં સીસીટીવી ફૂટેજ શોધી તેમની તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી ઝોન 7 એલસીબી સહિતની અલગ અલગ ટિમો તપાસમાં લાગી છે ત્યારે લોટારુઓની એમોઆધારે પણ પોલીસ જુના આરોપીઓની તપાસ શરૂ કરી છે.