Ahmedabad :બે દિવસ પહેલા અમદાવાદમાં (Ahmedabad) રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) પર ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની (Stone pelting) ઘટના સામે આવી હતી જેમાં લોકસભામાં (loksabha) વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હિંદુઓને લઈને આપેલા નિવેદનનો વિરોધ કરવા એકઠા થયેલા ભાજપ કાર્યકર્તાઓ આમને સામને આવી ગતા મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. આ મામલે પોલીસે (Ahmedabad Police) કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરે ધારાસભ્ય શૈલેષ પરમારનો કોલર પકડી અટકાયત કરી હતી. આ મામલામા પોલીસનું એક તરફી વલણ જોવા મળ્યું હતું. જેને લઈને કોંગ્રેસે પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે.
ધારાસભ્યનો કોલર પકડતાં PI વિરુધ્ધ સ્પીકરને રજૂઆત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદન બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતીએ ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ સામસામે પથ્થમારો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ ઇન્સ્પેક્ટરે ધારાસભ્ય શૈલેષ પરમારનો કોલર પકડી અટકાયત કરી હતી.પોલીસની ગેરવર્ણતૂકને લઈને વિધાનસભા વિપક્ષના નેતા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચોધરીને રજૂઆત કરી હતી.
કોંગ્રેસનો પોલીસ પર આક્ષેપ
આ ઘટનાને લઈને કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, પ્રદેશ કોંગ્રેસ સમિતીએ તોડફોડ કરાઈ હતી.સાથે સાથે મોડી સાંજે ભાજપના કાર્યકરોએ પથ્થમારો કરી હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે જાણે એકતરફી વલણ દાખવ્યુ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રે્સનું કહેવું છે કે, પોલીસની મંજૂરી વિના ભાજપના કાર્યકરોનું ટોળુ ધસી આવ્યુ હતું અને દેખાવોના બહાને પથ્થરમારો કરાયો હતો. છતાંય પોલીસે કોઈને રોક્યા ન હતાં.પોલીસે માત્ર તમાશો નિહાળ્યો હતો.
પોલીસે કોંગ્રેસની ફરિયાદ પણ લેવાન ઈન્કાર કરી દીધો
આ ઘટનામા નોંધવા જેવી બાબત તે છે કે, ઘટના બાદ અમદાવાદ શહેર ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ પોલીસ મથકે જઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર, મહિલા નેતા પ્રગતિ આહીર, શહેઝાદ પઠાણ, ઇમરાન રફીક શેઠજી, આકાશ સરકાર અને NSUI નેતા સંજય સોલંકી સામે પોલીસે ફરિયાદ નોંધી છે. આમ પોલીસે ભાજપની ફરિયાદ લઇ લીધી પણ કોંગ્રેસે વિડીયો ફુટેજ ઉપરાંત ભાજપના કાર્યકરોના નામ સાથે ફરિયાદ આપવા કહ્યું તો પોલીસ ધરાર ઈન્કાર કરી દીધો હતો. જેના કારણે પોલીસના આ એક તરફી વલણ સામે કોંગ્રેસમાં રોષ છે. ત્યારે પોલીસનું એકતરફી વલણ અને ધારાસભ્ય સાથેની પોલીસની વર્ણતૂકને લઈને કોંગ્રેસ ધારાસભ્યોએ રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી