Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ ગુજરાતના (Gujarat) કેટલાક વિસ્તારમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં (Ahmedabad) પણ મેઘ મહેર શરુ થઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરના પશ્રિમ અને પૂર્વ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.
અમદાવાદમાં વહેલી સવારથી મેઘ મહેર
પ્રાપ્ત જાણકારી મુજબ શહેરના આજે વહેલી સવારે બોપલ, સાયન્સસિટી, ઘુમા, શેલા, આંબલી, શીલજ, બોડકદેવ, વસ્ત્રાપુર, IIM રોડ પર વરસાદ જોવા મળ્યો હતો આ સાથે પંચવટી, લો-ગાર્ડન, આંબાવાડી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. જેમાં બાપુનગર, કાલુપુર, નરોડા, માધુપુરા, અસારવા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી ?
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.આજની વાત કરવામા આવે તો આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, મોરબીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : અદાણી પર ફરી ચિંતાના વાદળો ઘેરાયા! હિંડનબર્ગના નવા અહેવાલ બાદ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો