Ahmedabad Rain : અમદાવાદમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત

June 28, 2024

Ahmedabad Rain : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. પરંતુ સતત પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે છેલ્લા કેટલાક દિવસથી સાચી પડી રહી હોય તેવું લાગે છે. છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં કાલા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને સાથે જ ખુબ વધારે બફારા વચ્ચે અમદાવાદવાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અત્યારે અમદાવાદ (Ahmedabad Rain) પર મેઘરાજા મેહરબાન થયા છે. અને અમદાવાદમાં ધોધમાર વરસાદ હાલ પડી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

Read More

Trending Video