Ahmedabad Rain: ગુજરાતમાં (Gujarat ) ફરી મેઘરાજાનું જોર વધ્યું છે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ (heavy rains) વરસી રહ્યો છે. હવામાન વિભાગના (Meteorological Department) આંડકા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના (Kheda) નડિયાદમાં (Nadiad) પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ આજે વહેલી સવારથી વરસાદ શરુ થયો છે.
વહેલી સવારથી અમદાવાદમાં વરસાદ શરુ
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ શરુ થયો છે. ઓશહેરના વિવિધ વિસ્તારોમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ શરુ થયો હતો. જેમાં શહેરના ગોતા, એસજી હાઈવે, પાલડી, એલિસબ્રિજ, બાપુનગર, કૃષ્ણનગર, નરોડા, વાસણા, વસ્ત્રાપુર સહિત સમગ્ર શહેરમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારે 6 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરમાં સવારે નવ વાગ્યા સુધીમાં અડધો ઇંચ થી પણ ઓછો વરસાદ નોંધાયો છે.
અમદવાદમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે અમદાવાદમાં પણ બે દિવસ વરસાદની આગાહી કરી છે,આજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.
આગામી 3 કલાક રાજ્યમાં ભારહે વરસાદની આગાહી
હવામાન વિભાગે વરસાદને લઈ નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામા આવી છે,સાથે સાથે દક્ષિણ ગુજરાત,મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે પવન સાથે ભારે વરસાદની શક્યતાને પગલે માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો : Gujarat Rain Update:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નડિયાદમાં ખાબક્યો વરસાદ