Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ અમદાવાદમાં (Ahmedabad) મેઘ મહેર જોવા મળી હતી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો હતો. અસહ્ય બફારા બાદ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન
જાણકારી મુજબ અમદાવાદના શહેરના એસજી હાઈવે, સરખેજ, પ્રહલાદનગર, ઈસ્કોન, બોપલ, શૈલા, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.થોડા વિરામ બાદ શહેરમાં મેઘરાજાએ પધરામણી કરતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી. તમને જણાવી દઈએ કે, અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના જિલ્લાઓમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી હતી. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આગામી 5 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ન પડવાની શકયતા નહીવત છે. રાજ્ય પરની ઓફ શોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક હળવો વરસાદ વરસી શકે છે.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.