Ahmedabad Rain Alert : આગામી 2 કલાક અમદાવાદ માટે અતિભારે, રાજ્યની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ

August 26, 2024

Ahmedabad Rain Alert : ગુજરાતમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરને કારણે બારે મેઘ ખાંગાની પરિસ્થિતિ ઉભી થઇ છે. રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને તંત્ર દ્વારા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી મુજબ રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 2 કલાક અમદાવાદ માટે ખુબ ભારે છે. લોકોને સાવચેત રહેવા પણ જણાવાવમાં આવ્યું છે. આ સાથે જ ભારે વરસાદના પગલે સમગ્ર રાજ્યની શાળા અને કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આવતીકાલે સમગ્ર રાજ્યમાં શિક્ષણકાર્ય બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Read More

Trending Video