Ahmedabad : નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન, આ 12 નિયમોનું પાલન ફરજિયાત

આ વર્ષે શહેરમાં 50 પાર્ટી પ્લોટ-ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.

October 6, 2023

Ahmedabad News :  નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને લઈને ખેલૈયા અને ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામા આવી છે. આ વર્ષે શહેરમાં 50 પાર્ટી પ્લોટ-ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.

નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન

અમદાવાદમાં ગરબા આયોજકો માટે પોલીસ કમિશનરની 12 મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં ખેલૈયાઓ માટે આયોજકોએ ફરજીયાત વીમા પોલિસી, ફાયરસેફ્ટી, CCTV અને પાર્કિગની વ્યવસ્થા સહિતની બાબતો ફરજિયાત કરવામાં આવી છે. આ સાથે જો કોઈ પોલીસ કમિશનરના પરિપત્રનો ભંગ કરશે તો તેની સામે કાયર્યવાહી કરાવામાં આવશે તેમ પણ જણાવાવામા આવ્યું છે. તમામ ગરબા આયોજકોને આ ગાઈડલાઈનનું પાલન કરવા માટે સુચના આપવામા આવી છે.

આ 12 મુદ્દાની ગાઈડલાઈન જાહેર

  1. નવરાત્રિના આયોજન માટે પોલીસ મંજૂરી ફરજીયાત લેવી
  2. ગરબા આયોજકોએ આધારકાર્ડ વગેરે ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાના રહેશે
  3. જગ્યા માલિકનું સંમતિપત્રક અથવા ભાડાનો કરાર જરુરી
  4. સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો રાખવા અને મહિલા-પુરૂષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યાની વિગતો
  5. ફાયર સેફ્ટિનું અમદાવાદ કોર્પોરેશનનું પ્રમાણપત્ર
  6. સરકારી માન્યતા પ્રાપ્ત વાયરમેનનું સંમતિપત્રક હોવુ જોઇએ
  7. ગરબા સ્થળે જનરેટરની વ્યવસ્થા અંગેની વિગતો હોવી ફરજીયાત
  8. ગરબાના સ્થળે CCTV રાખવા તેમજ ક્યાં અને કેટલા CCTV લગાવાયા છે તેની વિગતો રાખવી જેથી જરુર પડે પોલીસ તેને મેળવી શકે
  9. લાઉડ સ્પીકર મર્યાદામાં જ વગાડવા , 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી નહીં. તેમજ સાઉન્ડ સિસ્ટમના વ્યક્તિનું નામ-સરનામુ પુરાવા પણ રાખવા
  10. ગરબા પરફોર્મ કરનારા આર્ટિસ્ટનું સંમતિપત્રક હોવુ જોઇએ
  11. ખેલૈયાઓ પાસે વીમા પોલિસીની વિગતો ફરજીયાત લેવી
  12. ગરબા સ્થળે ટ્રાફિકજામ ન થાયે તે પ્રમાણે વ્યવસ્થા કરવી અને પાર્કિગની વ્યવસ્થાની વિગતો રાખવી
Read More

Trending Video