Ahmedabad Police : ગુજરાત પોલીસની બહાદુરીના તો આપણે ઘણા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. જેમ કે પોલીસ દ્વારા કોઈ બુટલેગરને પકડવામાં આવે, દરિયામાંથી ડ્રગ્સ પકડવામાં આવે, સાથે જ ગુનેગારોને પાઠ ભણાવતા હોય આવા અનેક કિસ્સાઓમાં પોલીસ બહાદુરીથી કાર્યવાહી કરતી જોવા મળતી હોય છે. ત્યારે પોલીસનો બીજો ચેહરો પણ છે, જેમાં ઘણા પોલીસ કર્મીઓ લોકોમાં રોફ જમાવીને ખોટી રીતે લાંચ લેતા પકડાયા હોય, ઘણીવાર પોલીસવાળા બુટલેગરને મદદ કરતા પણ જોવા મળ્યા અને પોલીસે ક્યારેક ખાખી વર્દીમાં રીલ ઉતારતા હોય તેવા કિસ્સા જોવા મળ્યા છે. ત્યારે અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે, જેમાં ગુજરાતની બહાદુર પોલીસ અસામાજિક તત્વોથી ડરીને ભાગી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. એક વિડિઓ વાયરલ થયો છે, જે મુજબ અમદાવાદમાં ગુંડારાજ હોય તેવું લાગી રહયું છે, અને અસામાજિક તત્વોમાં પોલિસ નો કોઈ ડર ન હોય તે સાબિત થઈ રહયું છે. કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજિતસિંહનું રાત્રે દોઢ વાગ્યે કુખ્યાત ધમાં બારડ સહીત 4 લોકોએ ડીપર કેમ માર્યું તેમ કહી ઝગડો કર્યો હતો, અને અપહરણ કરીને ઢોરમાર માર્યો હતો. દીકરાનું અપહરણ થયું છે, તેની જાણ બુટલેગર પિતાને થતા, તેના શખ્સોએ નરોડા અને કૃષ્ણનગર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. અને ધમાં બારડના વાહનમાં સહીત બીજા અન્ય લોકોના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. જયારે આ શખ્સો વાહનમાં તોડફોડ કરીને આતંક મચાવી રહયાં હતા . ત્યારે 100 મીટરની દૂરી પરથી રાત્રે પોલીસની પીસીઆર વાન પસાર થાય છે. ત્યારે પીસીઆર વાનમાંથી પોલીસના કર્મચારીઓ ઉતરીને આતંક મચાવનાર શખ્સોને રોકતા પણ નથી. અને ત્યાંથી ઉભી પૂંછડિયે ભાગી જાય છે. ત્યારે પોલીસ સામે એ પ્રશ્ન ઉભો થાય કે પીસીઆર વાન લોકોની મદદ માટે હોય છે કે ફરવા માટે ?
ત્યારે હર્ષભાઈ તમે આ તમારી પોલીસ વિભાગના વખાણ કરતા થાકતા નથી. પરંતુ પહેલા તમારા પોલીસ વિભાગના કર્મચારીઓને બહાદુરીના પાઠ ભણાવો જેથી તેઓ આ પ્રકારની ઘટનામાં મોઢું ફેરવીને જતી ના રહે. પોલીસ જનતાની સુરક્ષા માટે હોય છે, ત્યારે પોલીસ જ અસામાજિક તત્વોથી ડરીને ભાગશે તો જનતાની સુરક્ષા કોણ કરશે ?
આ પણ વાંચો : Deepika Padukon : દીપિકા પાદુકોણ બની માતા, દીકરીને જન્મ આપ્યો, રણવીરની ઈચ્છા પૂરી થઈ