નવરાત્રીને લઇને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, શું 12 વાગ્યા પછી ગરબા નહીં રમી શકાય ?

October 2, 2024

Navratri 20024: આવતી કાલથી નવરાત્રીનો (Navratri) તહેવાર શરુ થઈ રહ્યો છે. ખૈલેયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા છે અગાઉ ગૃહરાજ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું હતુ કે, ખૈલેયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રમાણેનું આયોજન કરવામા આવ્યું છે જો કે, આયોજકોને કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે ત્યારે અમદાવાદ પોલીસે નવરાત્રીને લઈને જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં પોલીસે ગરબામાં રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક વગાડવાની મંજૂરી અપાઈ છે. તેમજ જે આયોજકો પાસ વેંચીને એન્ટ્રી આપે છે તેમણે પોલીસ કમિશનર કચેરીમાં જ મંજૂરી લેવાની રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. આ સાથે પોલીસે આયોજકોને સ્પષ્ટ સુચના આપી છે કે, ગરબાના સ્થળે સુરક્ષા, સીસીટીવી અને અગ્નિશમન સહિતના આયોજનોની જવાબદારી આયોજકોની રહેશે.

નવરાત્રીને લઇને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

નવરાત્રીને લઇને અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે જેમા જણાવવામાં આવ્યું છે કે, જેમાં ગરબામાં 12 વાગ્યા સુધી જ માઈક વગાડી શકાશે અને સમયમર્યાદામાં ગરબા પુરા કરવા સાથે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.તમામ આયોજકોને ગરબીની સ્થાપના આયોજનો અડચણ કે અવરોધ ન થાય તે રીતે કરવા ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા કરવા જણાવાયું છે. તેમજ વ્યાવસાયિક આયોજનોમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટોની સંખ્યા વધારવા જણાવાયું છે. જેમાં દરેક દરવાજા ઉપર સિક્યોરિટીના માણસો રાખવા ઉપરાંત અલગથી ઈમરજન્સી ગેટની વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ કરવામાં આવી છે. આ સાથે કોઈ પણ આયોજનકો સ્થળની ક્ષમતા કરતા વધુ પાસનું વેચાણ ન કરે તેવી પણ સુચના આપવામા આવી છે. તેમજ સ્થળ પર જનરેટરની વ્યવસથા કરવા પણ તાકીદ કરવામાં આવી છે. આ સાથે સ્ટેજની મજબૂતાઈ માટે પીડબલ્યુડીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.આ સાથે નવરાત્રી દરમિયાન કોઈ પણ નેતા કે, અન્ય કોઈ વ્યક્તિ પણ ઉશ્કેરણી ન સર્જે તેની પણ તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે.

Ahmedabad Police has issued a notification regarding Navratri

નવરાત્રીને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રીને લઈને ખાસ તૈયારીએ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગરબા સ્થળો અને ડાર્ક સ્પોટની નજીકના વિસ્તારોમાં બ્રેથલાઈઝર ચેકિંગ, પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદ પોલીસના જાહેરનામાંથી આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં !

મહત્વનું છે કે,તાજેતરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુ કે, ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે ત્યારે અમદવાદ પોલીસે આ જાહેરનામુ બહાર આયોજકો અને ખેલૈયાઓ મુઝવણમાં મુકાયા છે.

આ પણ વાંચો :  Gujarat politics: પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પર પુરાવા વગરના કૌભાંડના આક્ષેપ કરનારા કોંગ્રેસના નેતાઓને માંગવી પડી માફી, જાણો વિજય રુપાણીએ શું કહ્યું ?

Read More

Trending Video