Ahmedabad Navratri : પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના માનમાં આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નહિ યોજાય ગરબા, સરકારે જાહેર કર્યો શોક

October 10, 2024

Ahmedabad Navratri : ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા એ નામોમાંથી એક હતા જેમને દેશના દરેક વ્યક્તિએ પસંદ કર્યું હતું અને ભવિષ્યમાં પણ તે કરવાનું ચાલુ રાખશે. થોડા દિવસો પહેલા રતન ટાટાની તબિયત બગડી હતી અને ત્યારબાદ તેમને સારવાર માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ગઈકાલે એટલે કે 9મી ઑક્ટોબરની રાત્રે એક એવા સમાચાર સામે આવ્યા જેણે સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો. મોડી રાત્રે રતન ટાટાના નિધનના સમાચાર સામે આવ્યા હતા. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. આ સાથે જ ગુજરાતમાં જયારેનવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે આ દુઃખદ ઘટના બની છે. રાજ્યમાં આજે શોક જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે આજે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં રાજ્યસરકાર દ્વારા યોજાતા ગરબા આજે બંધ રાખવામાં આવ્યા છે.

Read More

Trending Video