Ahmedabad: લોકસભાની ચૂંટણી ( Lok Sabha elections) વખતે પરષોત્તમ રુપાલાએ (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ (Kshatriya community) વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે વિવાદ સર્જાયો હતો. આ વિરોધ વધુ ઉગ્ર એટલા માટે બન્યો હતો કારણ કે, રુપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ પડી હતી. ક્ષત્રિયાણીઓ રુપાલા સામેની આ લડાઈને પોતાના સમન્માનની લડાઈ ગણાવી હતી અને કેટલીક મહિલાઓ તો આ વિરોધમાં જૌહર પણ કરવા તૈયાર હતી ત્યારે રુપાલા સામે જે નીડરતાથી લડનાર ક્ષત્રિયાણીઓનું સન્માન કરવાનું આયોજન કરવામા આવ્યુુ છે.
નીડરતાથી રુપાલાનો વિરોધ કરનારી ક્ષત્રિયાણીઓનું થશે સન્માન
મળતી માહિતી મુજબ રાજપુત સમાજ અસ્મિતા આંદોલન વખતે જે ક્ષત્રિયાણીઓએ નીડરતાથી આગળ આવીને દુનિયાને શૌર્યતા અને સામથ્યતાના દર્શન કરાવ્યા હતા તે તમામ ક્ષત્રિયાણીના સન્માન માટે ભવ્યાતિભવ્ય સમારંભ થવા જઈ રહ્યો છે. જેમાં તમામ સમાજના લોકોને ઉપસ્થિત રહેવા જણાવવામા આવ્યું છે. આ સન્માન સમારોહ ક્ષત્રાણી સંગમ ચેરીટેબર ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 15-10-2024 ના રોજ યોજાશે.
ગીતાબા પરમારે આપી માહિતી
આ મામલે ક્ષત્રાણી સંગમ ચેરીટેબર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રેસ્ટી ગીતાબા પરમારે જણાવ્યું હતુ કે, અમારા ટ્ર્સ્ટ દ્વારા 15-10-2024 ના રોજ નારી શક્તિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન તે વિરાંગનાઓ માટે થવા જઈ રહ્યુ છે કે, જેમણે રુપાલા વિરુદ્ધના આંદોલનમાં સક્ષમ રીતે આગળ આવ્યા હતા. પોતાના સમાર્થ્ય અને શક્તિના દર્શન કરાવ્યા હતા. ઘણા બહેનોએ પોલીસ સાથે અથડામણમાં પણ હાર નહોતી માની અને ગણી બહેનો હોસ્પિટલાઈઝ પણ થઈ હતી. ઘણા લોકો ડિટેઈન થયા હતા અને ઘણા લોકોને નજર કેદ પણ કરવામા આવ્યા હતા. આવા તમામ બહેનો જે શક્તિ સ્વરુપે બહાર આવી અને રુપાલાના વિરુદ્ધના આંદોલનમાં ભાગ લીધો છે આવી ક્ષત્રિયાણીઓનું અમે સન્માન કરવા માંગીએ છીએ.