Ahmedabad Mumbai Train: અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેનનો અકસ્માત, ડબ્બા છૂટા પડી જતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા

August 15, 2024

Ahmedabad Mumbai Train: દેશમાં છેલ્લા કેટલાક સયમથી ટ્રેન અકસ્માતની (train accident)  ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એક વાર ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદથી મુંબઇ (Ahmedabad to Mumbai) જઇ રહેલી ડબલ ટેકર ટ્રેનને ( double decker train) અકસ્માત નડ્યો હતો. જાણકારી મુજબ અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેનના ડબ્બા સુરત (Surat) નજીક છૂટા પડી ગયા. જેના કારણે મુસાફરોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. ઘટના અંગે જાણકારી મળતા વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.

અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેનનો અકસ્માત

મળતી માહિતી પ્રમાણે અમદાવાદથી મુંબઇ જઇ રહેલી પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935) ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા. ડબ્બા છુટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આ મામલે જાણકારી મળતા જ રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથધરી હતી. આ ઘટના કઈ રીતે બની તે અંગે હાલમાં રેલવેની ટેક્નિકલ ટીમ નિરીક્ષણ કરી રહી છે જેમાં ટેક્નિકલ ખામીના લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

રેલ વ્યવહાર થયો અસરગ્રસ્ત

મહત્વનું છે કે, ટ્રેનના ડબ્બા છૂટા પડતા હાલમાં રેલ વ્યવહારને અસર પડી રહી છે,અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે,રેલવે વિભાગ તરફથી માહિતી આપવામા આવી છે કે, ,ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે. ત્યારે ટ્રેનો મોડી ચાલી રહી હોવાને કારણે મુસાફરોને થોડી અગવડનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : Bangladesh Violence Against Hindu: PM Modi એ લાલ કિલ્લા પરથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા અંગે આપ્યું નિવેદન , જાણો શું કહ્યું ?

Read More

Trending Video