Ahmedabad: દિલ્હીમાં ગયા બાદ સાંસદ ગેનીબેન ઠાકોર નવા ઉત્સાહમાં, રેખા ચૌધરીના ટોણાનો આપ્યો જવાબ

July 6, 2024

Ahmedabad:આ વખતની ચૂંટણીમાં (Election) ભાજપનું (BJP) અભિમાન તુટ્યું છે.ભાજપનું ગુજરાતમાંથી 26 માંથી 26 સીટો પર જીત મેળવવાનું સપનું ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) રોળી નાખ્યું છે ત્યારે સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોરમાં (Geniben Thakor) એક નવા જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ગેનીબેન ઠાકોરને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ (Rekha chaudhary) ગેનીબેન ઠાકોરના હિન્દી બોલવા પર ટોણો માર્યો હતો અને કહ્યુ હતુ કે, હું વધારે ભણેલી છું જેથી હુ સંસદમાં જઈશ તો મને હિન્દીમાં વાત કરવામા તકલીફ નહીં પડે ત્યારે ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા રેખાબેન ચૌધરીના આ ટોણાનો મક્કમતાથી જવાબ આપતા જોવા મળી રહ્યા છે.

દિલ્હીમાં ગયા બાદ સાંસદ ગેનીબેન ઠાકોર નવા ઉત્સાહમાં

ગેનીબેન ઠાકોર હવે કળકળાટ હિન્દી બોલી રહ્યા છે. તેમને હિન્દીમાં શપથ લીધા હતા ત્યારે આજે રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આવ્યા છે ત્યારે અહીં ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોરએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધીની આ મુલાકાત અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે હિન્દીમાં વાત કરી હતી. ગેનીબેન હવે મક્કમતાથી ભાજપને જવાબ આપી રહ્યા છે.

 રાહુલ ગાંધીની મુલાકાત અંગે ગેનીબેને શું કહ્યું ?

ગેનીબેને કહ્યું કે્, લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં ગયા આજે ગુજરાતમાં આવી રહ્યા છે. ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે સૌથી વધુ ફોક્સ રાહુલ ગાંધી કરી રહ્યા છે અને લોકસભામાં નીટની પરીક્ષામાં ગફલત, ખેડૂતોની વાત હોય કે રોજગારીની વાત હોય એ તમામ મુદ્દા જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે તે રાહુલ ગાંધી લોકસભામાં ઉઠાવી રહ્યા છે અને અમે પણ તે તમામ મુદ્દા અમે કોંગ્રેસની એક ટીમ બનીને દેશનો અવાજ પાર્લામેન્ટમાં ઉઠાવીશું અને દેશના લોકોને ન્યાય અપવવાનું કામ રાહુલ ગાંધી અમે સાથે મળીને કરીશું

આ પણ વાંચો :  Rahul Gandhi in Gujarat : અગ્નિકાંડના પીડિતો રાહુલ ગાંધીને ન મળે તેના માટે ભાજપે કર્યા આ ગતકડા

Read More

Trending Video