Ahmedabad માં ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયુ, AMC અને પોલીસના 500થી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા

November 24, 2025

Ahmedabad : ગુજરાતમાં જ્યાં જ્યાં ગેરકાયદેસર દબાણો છે ત્યાં ત્યાં દાદાનું બુલડોઝર તે હટાવવા પહોંચી જાય છે. હાલ ફરી એક વાર રાજ્યમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે અમદાવાદમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદના પૂર્વમાં આવેલા ઇસનપુર વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે ઇસનપુર તળાવમાં અંદાજે 1 હજારથી પણ વધુ લોકો રહે છે. અને આ સાથે આજે સવારથી જ અમદાવાદ પોલીસને સાથે રાખી અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 20 JCB મશીન અને 500 AMCના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. ચંડોળા તળાવ બાદ આજે ઇસનપુર તળાવમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલ અમદાવાદમાં તળાવનું ડેવલપમેન્ટ કામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે હવે અમદાવાદના ચંડોળા તળાવ બાદ હવે ઇસનપુર તળાવમાંથી દબાણ હટાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા આ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લાં 40 વર્ષથી વધુ સમયથી તળાવની આસપાસની જગ્યામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમગ્ર ડિમોલિશનમાં 20 JCB, હિટાચી મશીન અને મજૂરોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યાં છે. સાથે જ ACP, PI, PSI અને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ 500 પોલીસકર્મચારીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને દબાણો દૂર કરવા માટે અલગ-અલગ જગ્યાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચોJustice Suryakant દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિ મુર્મુએ શપથ લેવડાવ્યા, કાર્યકાળ 15 મહિનાનો રહેશે

Read More

Trending Video