AMA એ ખેલૈયા અને આયોજકો માટે જાહેર કરી ગાઈડલાઈન, આ બાબતોનું રાખો ધ્યાન

AMAએ ખેલૈયા અને આયોજકો બંને માટે ગાઈડ લાઈન જાહેર કરી છે.

October 7, 2023

Ahmedabad News : રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યા છે. નવરાત્રી પહેલા ગરબાની પ્રેક્ટિસ કરતા યુવાનોમાં જે પ્રકારે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે.જેને લઈને અમદવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે. AMAએ ખેલૈયા અને આયોજકો બંને માટે ગાઈડ લાઈન જાહેર કરી છે.

ખેલૈયા આ બાબતોનું ધ્યાન રાખે

  • બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ વગેરે રોગો હોય તેવા લોકોને લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળવું જોઈએ.
  • ગરબા રમતા ચક્કર આવે, માથાનો દુખાવો થાય, ઉલટી જેવું થાય, પરસેવો સાથે ગભરામણ થાય, મૂંઝારો થાય, શ્વાસોશ્વાસની તકલીફ થાય તો રમવાનું બંધ કરી બેસી જવું અને જો લક્ષણો વધારે જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો
  • હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હૃદયની તપાસ કરાવી.
  • ગરબા રમતી વખતે વારંવાર પાણી, લીંબું, જ્યુસ વગેરે પીવું, દિવસમાં ઓછામાં ઓછુ ત્રણ લિટર પાણી પીવું જોઈએ.
    નવરાત્રી દરમિયાન પોટેશિયમ અને મેગ્નેશિયમ સમુદ્ધ ખોરાક લેવો પરંતુ ગરબા રમતા પહેલા પેટ ભરીને ખોરાક ના લેશો.
  • જો કોઈને કોઈ પણ પ્રકારની બિમારી હોય તો તેમની સાથે આવેલા લોકોને જાણ કરવી, જેથી સ્વાસ્થય સબંધી કોઈપણ સમસ્યા થાય તો તરત મદદ મળી શકે.

ગરબા આયોજકોને શું ધ્યાન રાખવું ?

  • ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે તબીબની ટીમને સાખે રાખવું.
  • ગરબા આયોજકોએ નજીકની હોસ્પીટલો સાથે સંપર્ક જાળવવો.
  • સ્ટાફને CPRની તાલીમ તેમજ ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખવી.
  • ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો.
  • નવરાત્રી સમયે ટ્રાફિક વધુ હોવાથી એમ્બ્યુલન્સનની અવરજવર માટે અલગથી યોગ્ય જગ્યા ફાળવવી.
  • ગરબાના આયોજન સ્થળે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર વાંચી શકાય તેવા મોટા અક્ષરે લખવો.
Read More

Trending Video