Ahmedabad માં ગૃહમંત્રી અમિત શાહે 1500 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ, 2036ના ઓલિમ્પિકના આયોજનને લઈને પણ કહી મોટી વાત

December 7, 2025

Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. જેમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે.બોપલમાં નવ નિર્મિત ગાર્ડનનું લોકાર્પણ, સરખેજમાં આવેલા શકરી તળાવનું નામાભિધાન, વસ્ત્રાપુરમાં નરસિંહ મહેતા તળાવનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ આવાસનું પણ લોકાર્પણ પણ કર્યું હતું. જે બાદ જનસભામાં આગામી 2036ના ઓલિમ્પિક ગેમ્સ પણ અમદાવાદમાં યોજાશે તેવું પણ તેમણે કહ્યું હતું.

અમદાવાદમાં અનેક રમત સંકુલ સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાની વ્યસ્થા થઈ છે જેના પગલે ખેલાડીઑ પાંચ કિલોમીટરની અંદર આ સુવિધાનો લાભ લઈ પોતાની પ્રતિભાને ઉજાગર કરી રહ્યા છે, તેમણે જગ્યાના સદઉપયોગ માટે અમદાવાદ શહેરને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, શહેરમાં ઓવરબ્રિજની નીચે નાના ખેલ સંકુલો, પુસ્તકાલય, ઓપન જિમ,યોગ સંકુલો બનાવી અનેક શહેરોને અમદાવાદ પ્રેરણા આપી રહ્યું છે.

અમદાવાદીઓ તૈયારી રાખજો 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વિશ્વનુ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ થકી કોમનવેલ્થ 2030ની યજમાની અમદાવાદને મળી છે, સાથે આગામી 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનોની રમત અને 13 જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સાથે 2036 ઓલમ્પિક માટે અમદાવાદે તૈયારી કરી છે. આ સાથે સમગ્ર વિશ્વના નકશામાં અમદાવાદ ખેલક્ષેત્રે અગ્રિમ સ્થાન પર અંકિત થઈ રહ્યું છે.

ગુજરાતના વિવિધ વિકાસ માઈલસ્ટોન વિશે વાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં સાકાર થવા જઈ રહ્યો છે. એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સીટી ધોલેરા ગુજરાતમાં નિર્માણ પામી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે સુરત-ચેન્નઈ હાઇવે ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે. દેશની સૌથી પહેલી ફાઇનાન્સ ટેક્સ સિટી ગિફ્ટ સિટી ગુજરાતમાં નિર્માણ પામી છે. પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થવાની છે તથા પહેલી નમો રેપીડ રેલ ભુજથી અમદાવાદ વચ્ચે શરૂ થઈ છે.

અમિત શાહે જણાવ્યું હતું કે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ગાંધીનગર લોકસભાને હરીયાળી લોકસભા બનાવવા માટે આપણે સૌએ કમર કસવી પડશે, તે માટે દરેકે 05 થી 50 વૃક્ષોનો સંક્લપ લઇ તેનું જતન કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સેનાના અપ્રિતમ સાહસ, શૌર્ય અને તેમના બલિદાનને બિરદાવી તેમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી પાઠવી હતી.

આ પણ વાંચોMansukh Vasava ના ચૈતર વસાવા પર ગંભીર આરોપ, કહ્યું “ટ્રાઇબલ વિસ્તારમાં AAP ના ટ્રાઇબલ નેતાની ટીમ તોડપાણી કરે છે”

Read More

Trending Video