Ahmedabad : 2025 હવે બસ પૂરું થવાની તૈયારીમાં છે. જેમ જેમ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે. તેમ તેમ રાજ્યમાંથી દારૂના જથ્થા મળી આવે છે. એક તરફ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક પક્ષ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. અને તે વચ્ચે સતત ગુજરાતમાંથી દારૂના જથ્થા મળી આવે છે. મામલો માત્ર એટલો છે કે જો ગુજરાતમાં દારૂબંધી છે તો આ દારૂ ગુજરાતમાં આવે છે ક્યાંથી. સરકાર જો આટલો બધો દારૂનો જથ્થો પકડે છે તો દારૂ કોઈ જગ્યા તો છે જ્યાંથી રાજ્યમાં પ્રવેશ કરે છે. આજે ફરી એક વાર અમદાવાદમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે.
અમદાવાદ જિલ્લામાં આગામી 31મી ડિસેમ્બરની મોટાપાયે ઉજવણી થતી હોય છે. અને આ જ ઉજવણી માટે રાજ્યમાં દારૂ કોઈને કોઈ રીતે લાવવામાં આવતો હોય છે. કોઠ પોલીસમથકની હદમાં ગ્રામ્ય એલસીબી દ્વારા રૂ. 2.02 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બગોદરા-વટામણ હાઈવે પર આવેલા રાઈપૂર પાટિયા નજીક કરવામાં આવી હતી. નવા નવા કીમિયા સાથે રાજ્યમાં બુટલેગરો દ્વારા દારૂ લાવવામાં આવે છે. અને તેના જ કારણે હવે દારૂના દુષણ સામે રાજ્ય સરકાર દ્વારા ઝુંબેશ શરુ કરવામાં આવી છે. અને તેના જ ભાગરૂપે હાલ અલગ અલગ સ્થળોએથી દારૂના જથ્થા ઝડપવામાં આવે છે.
પોલીસને મળેલી બાતમીના આધારે, કોંક્રિટ કન્ટેનર ટ્રકમાં છુપાવીને લઈ જવાઈ રહેલા વિદેશી દારૂની 15 હજારથી વધુ બોટલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે ટ્રક પણ જપ્ત કરી છે. દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. 2.27 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે બાડમેર, રાજસ્થાનના મુલારામ દેવરામ જાટ નામના એક શખસની અટકાયત કરી છે.
આ પણ વાંચો : America : ભારતને વધુ એક ટેરિફનો ફટકો પડશે! ટ્રમ્પે ચોખા પર ટેક્સ લાદવાના સંકેત આપ્યા, અમેરિકન રાષ્ટ્રપતિએ શું કહે છે?