Ahmedabad:અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ એરપોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા, મુસાફરોને કરી આ વિનંતી

August 27, 2024

Ahmedabad: ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ  (heavy rain) વરસી રહ્યો છે. ગત બે દિવસથી અમદાવાદ (Ahmedabad) સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સોમવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે જેને લઈને અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPI ) એડવાઈઝરી (guidelines) જાહેર કરી છે.જેમાં અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોને તેમની ફ્લાઈટનું સમયપત્રક તપાસવા અને ચેક-ઇન પ્રક્રિયાઓ માટે વધારાનો સમય આપવા વિનંતી કરવામા આવી છે.

અમદાવાદ એરપોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા ટ્વિટ કરીને આ માહિતી આપવામા આવી છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. જેથી અમે મુસાફરોને વિનંતી કરીએ છીએ કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટનું સમયપત્રક તપાસે. SVPI એરપોર્ટ પર ચેક-ઇન માટે વધારાનો સમય આપો.આરામદાયક મુસાફરીને સક્ષમ કરવા માટે અમારી ટીમો ચોવીસ કલાક કામ કરી રહી છે.

કામ વગર બહાર ન નિકળા AMC ની સલાહ

મહત્વનું છે, હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે પણ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદને પગલે ટ્રેન સેવા અને હવાઇ સેવાને પણ અસર પહોંચી છે. ફ્લાઇટો અને ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી છે.ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકાઓ વરસાદથી તરબોળ, જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો વરસાદ

Read More

Trending Video