Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) કોંગ્રેસના કાર્યાલય (Congress office) પર પથ્થરમારાની (stone pelting) ઘટના મામલે ધરપકડ કરાયેલા કોંગ્રેસના પાંચેય કાર્યકરોના જામીન નામંજૂર કરાવામા આવ્યા છે. સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.કોર્ટે કહ્યુ હતુ કે, જાહેરમાં પથ્થરમારો કરવો અપરાધ છે.
કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાનો કેસ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓ અંગે આપેલા નિવેદન બાદ અમદાવાદમાં (Ahmedabad) ગત 2 જુલાઈએ કોંગ્રેસ કાર્યાલય (Congress office) બહાર પથ્થરમારાની (stone pelting) ઘટના બની હતી.આ મામલે ભાજપ દ્વારા કોંગ્રેસના (Congress) 26 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી પાંચ કાર્યકરોની (Congress workers) પોલીસ ધરપકડ કરી છે, જ્યારે 21 કાર્યકરો ફરાર છે.
કોંગ્રેસના પાંચેય કાર્યકરોના જામીન નામંજૂર
પાંચ આરોપીઓએ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેની આજે સુનાવણી થઈ હતી સુનાવણી દરમિયાન કોર્ટે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી.
આ પણ વાંચો : Jamnagar માં સામુહિક આપઘાતની ઘટના,કારણ વ્યાજનું દૂષણ કે પછી આર્થિક સંકડામણ ?