Ahmedabad Fire Officer : રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અગ્નિકાંડના ઘણા બનાવો બન્યા છે. જેમાં એક બાદ એક ઘટનાઓ ઘટતી રહી અને લોકો તેમાં મૃત્યુ પામતા રહ્યા. પરંતુ પરિસ્થિતિ એવી છે, કે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અત્યારે સરકાર અને ખાસ તો ફાયર વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ત્યારે અત્યારે અમદાવાદના 9 ફાયર ઓફિસરને નોકરીમાંથી કાઢી મુકવાનો અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ લિસ્ટના નામો સામે આવ્યા બાદ એક ચોંકાવનારું નામ પણ સામે આવ્યું છે. અને જે કૈઝાદ દસ્તુર છે.
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને તેના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનાર ત્રણ ડેપ્યુટી ફાયર ઓફિસરો સહિત કુલ 9 જેટલા અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે આaજે નોકરીમાંથી કાઢી મૂકવા માટેનો ઓર્ડર કર્યો હતો. ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશીપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના IR વિભાગ દ્વારા ફાઈનલ શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. 10 દિવસમાં બોગસ સ્પોન્સરશીપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં ફાયર વિભાગના તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલો જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો નહોતો. સંતોષકારક જવાબ આપવામાં ન આવતા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
આમ સૌથી મોટું નામ કોઈનું હોય તો એ છે, ગાંધીનગર અને અમદાવાદનો હવાલો સંભાળતા ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરે પણ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેનો નિયત કરાયેલ અનુભવ મેળવ્યા સિવાય અયોગ્ય રીતે પ્રવેશ મેળવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી.
આ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા