Ahmedabad: રામોલ પોલીસ ચોકી નજીક કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર કાફલો ઘટના સ્થળે

શહેરના જશોદાનગર હાથીજણ માર્ગ પર આવેલ રામોલ પોલિસ ચોકી નજીકની ટોરેન્ટ પાવર સામે ની કંપનીમાં આગ લાગી છે

September 24, 2023

અમદાવાદમાં આજે વહેલી સવારે આગની ઘટના સામે આવી છે. જેમાં શહેરના જશોદાનગર હાથીજણ માર્ગ પર આવેલ રામોલ પોલિસ ચોકી નજીકની ટોરેન્ટ પાવર સામે ની કંપનીમાં આગ લાગી છે. સંભવિત સોલવન્ટ કંપનીમાં વિકરાળ આગ લાગતા અહીં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. કેમિકલ કંપનીમાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. જેથી આસપાસના લોકો અહીં દોડી આવ્યા હતા.


ફાયરની 4 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે

આ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરની 4 થી વધુ ગાડીઓ આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. શહેરના મુખ્ય માર્ગ પર આવેલી કંપનીમાં આગ લાગતા સ્ટેટ હાઈવે પરના વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. આ સાથે કંપનીમા લાગેલ આગ જોવા લોકોના ટોળે ટોળા વળ્યા હતા.  જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

Read More

Trending Video