Ahmedabad માં સાયન્સ સીટીમાં એલિગન્સ કોમ્પ્લેક્સમાં લાગી આગ, ફાયરવિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું

December 12, 2025

Ahmedabad : ગુજરાતમાં અવાર નવાર આગ લાગવાના બનાવ સામે આવતા રહે છે. અને તેની જ વચ્ચે હવે વધુ એક આગની ઘટના સામે આવી છે. અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આસ્થા બંગ્લોઝની બાજુમાં આવેલા એલિગન્સ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચ્યા છે. આ કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ફાયર બ્રિગેડની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. આ કોમ્પ્લેક્સમાંથી અત્યારસુધીમાં 50 જેટલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે જ આગના પગલે કાચ તોડીને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

આ પણ વાંચોParliament Winter Session : “મોદીજી, આપણે સાથે છીએ, પ્રદૂષણ પર એક કાર્ય યોજના બનાવો,” રાહુલ ગાંધીએ સંસદમાં વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો

Read More

Trending Video