Ahmedabad: દાણીલીમડામાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની 18 ગાડીઓ ઘટનાસ્થળે

June 14, 2024

Ahmedabad: અમદાવાદના (Ahmedabad) દાણીલીમડામાં  (Danilimda) કાપડનાં ગોડાઉનમાં (textile godown) ભીષણ આગ (fire) લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી  વિકરાળ છે કે, આસપાસમાં આવેલા કુલ સાત જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ છે . આ અંગે જાણ થતા ફાયર બ્રિગેડની 18 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે.

દાણીલીમડામાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ

પ્રાથમિક જાણકારી અમદાવાદના (Ahmedabad)  મુજબ દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે આવેલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાણીલીમડામાં આવેલ કોહિનૂર ક્રિએશન પ્રાઇવેટ લિમિડેટમાં એકાએક આગ ફાટી નિકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં કાપડ અને સિન્થેટિક હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ છે. તેમજ પતરાના શેડ હોવાથી પણ આગ વધુ વિકરાળ બની છે.ઘટનાના કલાકો બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.

ઇમરાન ખેડાવાલા પહોંચ્યા ઘટનાસ્થળે

આ અંગે જાણકારી મળતા દાણીલીમડા ખાતે બનેલી ઘટનાને લઈ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

તપાસ બાદ હકીકત બહાર આવશે

ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયુ નથી. જો કે પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આ મામલે તપાસ કરવામા આવી રહી છે હજુ સુધી કોઈ વ્યક્તિને નુકસાન થયું હોવાના અહેવાસ સામે આવ્યા નથી તપાસ બાદ તમામ જાણકારી સામે આવી શકે છે.

આ પણ વાંચો :  Surendranagar: RTO ના નવા નિયમોથી સ્કૂલ વેન ચાલકો અજાણ, એકાએક દંડ ફટકારાતા રોષ

Read More

Trending Video