Ahmedabad Fake Judge : અમદાવાદમાંથી ઝડપાયેલ નકલી જજ મામલે પોલીસના નવા ખુલાસા, ભૂતકાળમાં તેના પર ક્યા ગુનાઓ હેઠળ કેસ નોંધાયા છે ?

October 22, 2024

Ahmedabad Fake Judge : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી ખાદ્ય વસ્તુઓ મળતી તેટલું પૂરતું નથી પણ જે બાદ તો નકલી PMO ઓફિસર, નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકું, નકલી શાળા, નકલી યુનિવર્સીટી અને આટલું જ પૂરતું નથી. ત્યારે હવે નકલી જજ બની ચુકાદાઓ આપી રહ્યો હતો. અને સરકારને અત્યાર સુધી ખબર પણ ના પડી. ગઈકાલે અમદાવાદમાંથી નકલી જજ ઝડપાયો છે. આ વ્યક્તિ નકલી જજ બની અને ચુકાદાઓ આપતો હતો. અને બનાવતી હુકમીઓ કરતો હતો. આ મુદ્દે આજે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે શું આપી માહિતી ?

અમદાવાદમાં ઝડપાયેલા નકલી જજ બની મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને એક જમીન મામલે ચુકાદો આપ્યો હતો. જે બાદ તે ઝડપાયો હતો. બાબુજી છનાજી ઠાકોર અને પાલડી વિસ્તારમાં સરકારી જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. જે બાબતે સમાધાન લાવવા માટે બાબુજી છનાજી ઠાકોરને મોરિસે વિશ્વાસમાં લઈને આર્બિટ્રેશનની કામગીરી શરૂ કરી, મતલબ કે સમાધાન માટે પ્રક્રિયા શરૂ કરી હતી. સમાધાન પ્રક્રિયાના અંતે આર્બિટ્રેટર તરીકે મોરિસે કથિત રીતે વિવાદિત 12 હજાર વારની જમીન અંગે હુકમ તૈયાર કરી તેની દરખાસ્ત સિવિલ કોર્ટમાં મોકલી હતી.

વધુમાં તેમણે કહ્યું કે, આ દરખાસ્તમાં 12 હજાર વાર જમીનમાંથી 2 હજાર વાર જમીન બાબુજી છનાજી ઠાકોરને આપવા માટે ભલામણ કરી હતી. વિવાદિત જમીન બાબતે દરખાસ્ત સિવિલ કોર્ટમાં પહોંચતા કોર્ટ દ્વારા આ દરખાસ્ત તૈયાર કરવા માટે થયેલી પ્રક્રિયા અને દસ્તાવેજોની તપાસ પણ કરી હતી. જેમાં કોર્ટના ધ્યાને આવ્યું હતું કે, સમાધાનની પ્રક્રિયામાં કંઈક ગડબડ થઈ છે. જેના આધારે કોર્ટે તપાસ કરી અને પ્રાથમિક દૃષ્ટિએ સમાધાનની પ્રક્રિયામાં આર્બિટ્રેટર તરીકે મોરિસ ક્રિશ્ચિયને ઈરાદાપૂર્વકની ભૂલ કરી હોવાનું ધ્યાને આવ્યું.

શું છે સમગ્ર મામલો ?

અમદાવાદમાં નકલી ન્યાયાધીશ બનીને એક વકીલે વિવાદિત જમીન પર ચુકાદો આપ્યો હતો. આરોપી વકીલ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને પોતાને જજ જાહેર કરી કોર્ટની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવી સરકારી જમીન અંગે બનાવટી હુકમો કર્યા હતા. પછી રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિરુદ્ધ અમદાવાદના કરંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે પોલીસે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી તો જાણવા મળ્યું કે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને વર્ષ 2019માં વિવાદિત જમીનના સંબંધમાં નકલી મધ્યસ્થીનો આદેશ આપ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના આરોપીએ રાખી વાસણા વિસ્તારમાં નકલી કોર્ટ બનાવી હતી, જ્યાં તેણે વકીલ, કારકુન અને અન્ય કોર્ટ કર્મચારીઓની ભૂમિકા પણ ભજવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 170, 419, 420, 465, 467 અને 471 હેઠળ કેસ નોંધ્યો છે.

અગાઉ તેના પર આ કલમો હેઠળ નોંધાયો ગુનો

આ ઉપરાંત, તેની સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં અન્ય એક કેસ નોંધાયેલ છે, જેમાં કલમ 406, 420, 467, 468 અને 471નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને કેસની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોSEBI Chief : સેબીના ચીફ માધબી બુચને સરકાર તરફથી ક્લીન ચીટ ! હિન્ડેનબર્ગે આક્ષેપો કર્યા હતા

Read More

Trending Video