Ahmedabad Drugs Seized : ગુજરાતમાં સામાન્ય રીતે તો દારૂ પર પણ પ્રતિબંધ છે પરંતુ હવે દારૂ હોય કે ડ્રગ્સ હવે તો બધું જ ગુજરાતમાંથી પકડાય છે. દરિયા કિનારેથી કરોડોનું ડ્રગ્સ પકડાય છે. તો બીજી તરફ શહેરોમાંથી જ કેટલાય લોકો પાસેથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવે છે. રાજ્યમાં સુરતમાંથી ભાજપ સાથે સંકળાયેલા વિકાસ આહીર, રાજકોટમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખનો પુત્ર પાર્થ અને તેનો મિત્ર અને થોડા દિવસ પહેલા અમદાવાદ પોલીસે જ હાઈબ્રીડ ગાંજોનો જથ્થો પકડ્યો હતો. આ બધા કેસન બાદ વધુ એક કેસ સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા MD ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1 કિલો જેટલું M.D ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેની કુલ કિંમત અંદાજે 1 કરોડથી વધુ છે. આ મામલે 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જયપુર – રતલામ રીતથી માલ આવતો હતો. ઇકો ગાડીના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. અને પરચુરણ સમાન સાથે તેની ડિલિવરી થતી હતી. જેની હાલ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ડ્રગ્સ લાવનાર અને મંગાવનારને પકડવામાં આવ્યો છે. હજુ બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ત્યારે હવે પોલીસ આ ડ્રગ્સ પહોંચાડનારને તો પકડી લે છે પરંતુ આ તેના મુખ્ય સુત્રધારો સુધી ક્યારે પહોંચશે ?
આ પણ વાંચો : Kutch : કચ્છમાં રહસ્યમય તાવને કારણે લોકોના ટપોટપ મોત, સરકારે જરૂરી મેડિકલ સેવા ઉભી કરવાના પ્રયત્નમાં