Ahmedabad : કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ, મુખ્યમંત્રએ તાત્કાલિક ફરજ મોકૂફ કરવાનો કર્યો નિર્ણય

સંકલનની બેઠકમાં MLA અને કલેક્ટર સાથે ગેરવર્તન કર્યુ હતું. જેથી તેમની આ ગેરવર્તુણૂકને લીધે તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

September 23, 2023

અમદાવાદના કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ બી ભટ્ટને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. સંકલન બેઠકમાં ધારાસભ્ય અને કલેક્ટર સાથે કરેલા ગેરવર્તનનો પડઘો પડતા મોડી રાત્રે નિર્ણય લેવાયો હતો.

અમદાવાદના  કાર્યપાલક ઇજનેર સસ્પેન્ડ

અમદાવાદના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એમ. બી. ભટ્ટને સસ્પેન્ડ કરવામા આવ્યા છે તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. સંકલનની બેઠકમાં MLA અને કલેક્ટર સાથે ગેરવર્તન કર્યુ હતું. જેથી તેમની આ ગેરવર્તુણૂકને લીધે તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. મોડી રાત્રે આ ત્વરિત નિર્ણય લેવામા આવ્યો હતો. અને રાત્રે જ Suspension ઓર્ડર પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ બેઠકમાં જે ઘટના બની તેની ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોંચી હતી જેથી આ નિર્ણય લેવામા આવ્યો હતો.

Suspension order M B BHATT EE page 0001 Suspension order M B BHATT EE page 0002

Read More

Trending Video