નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટમાંથી ધરપકડ કરી

October 11, 2023

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ હાઈ વોલ્ટેજ મેચ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. બે દિવસ પહેલા બીસીસીઆઈને ઈમેલ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટમાંથી ધરપકડ કરી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ધમકી આપનાર કરણ માળીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટમાંથી ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આજે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરે તેવી શક્યતા છે.

nભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે અમદાવાદમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પાકિસ્તાનની ટીમ આજે અમદાવાદ પહોંચશે. પાકિસ્તાનની ટીમ અને તેનો મેનેજમેન્ટ સ્ટાફ બપોરે 3:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે. પાકિસ્તાનની ટીમ આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં રોકાશે. જ્યારે ભારતીય ટીમ 12 ઓક્ટોબરે અમદાવાદ પહોંચશે.પાકિસ્તાન ટીમ અને ભારતીય ટીમની સુરક્ષામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.

અમદાવાદમાં અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં 21 ડીસીપી, 47 એસીપી, 131 પીઆઈ, 4 આઈજી-ડીઆઈજી, 369 પીએસઆઈ સહિત 7000થી વધુ પોલીસ જવાનો દ્વારા કુલ સુરક્ષા કરવામાં આવશે. જોકે, સ્થાનિક પોલીસ ઉપરાંત એન્ટી ડ્રોન ટીમની સાથે 3 NSGની ટીમ દ્વારા પણ સુરક્ષા આપવામાં આવશે. આ સાથે 2000 થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે.

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન શહેરમાં સાત હજારથી વધુ પોલીસ જવાનો ફરજ પર હોવાનો અંદાજ છે. અમદાવાદ અને શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસ સહિત વિવિધ એજન્સીઓના 7000 થી વધુ જવાનો સુરક્ષા કરી રહ્યા છે.

Read More