ડ્રગ્સના દુષણ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને DRI એ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. એજન્સીઓએ મહારાષ્ટ્રમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ઔરંગાબાદની જુદી જુદી 3 કંપનીઓમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. એજન્સીઓએ 500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે તેમજ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેક્ટરીમાંથી રૂ. 200 કરોડનું ડ્રગ્સ અને રૂ. 300 કરોડનું રો-મટિરિયલ મળીને કુલ રૂ. 500 કરોડનો નશાકારક દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો છે. આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા દેશની સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 દિવસથી ઔરંગાબાદમાં ધામા નાખી આ ઓપરેશન પાર પાડ્યું જેમાં ત્રણ ડ્રગ્સ માફીયાઓને ઝડપી લેવાયા જેમાંથી મુખ્ય આરોપી સુરતનો હોવાનું જાણવા મળી રહ્યો છે. આ આરોપીઓ દેશના વિવિધ રાજ્યોમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા.